Divya Bhaskar

 

સુરેન્દ્રનગરની કોર્ટના વકીલોની હડતાલ સમાધાન બાદ સમેટાઇ

Bhaskar News, Surendranagar
Saturday, November 07, 2009 00:02 [IST]
Bookmark and Share

સુરેન્દ્રનગર ફાસ્ટટ્રેક કોર્ટ નંબર એકના જજની કાર્યપદ્ધતિ સામે વકીલોનો અસંતોષ ઉભો થતા તા. ૨૮ ઓકટોબરે બપોર બાદ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો વકીલ મંડળ દ્વારા નિર્ણય કરાયો હતો. ત્યારબાદ સતત સાત દિવસ સુધી ચાલેલી આ હડતાલ સંદર્ભે સમાધાન થયું છે. આથી ફાસ્ટટ્રેક કોર્ટના વકીલોએ તા. ૬ નવેમ્બરને શુક્રવારે ફરીથી કામગીરી શરૂ કરી છે.



સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી પાસે આવેલી ફાસ્ટટ્રેક કોર્ટ એકના જજની કાર્યપ્રણાલી સામે અસંતોષ ઉભો થયો હતો. આથી સુરેન્દ્રનગર વકીલ એસોસિએશશનના વકીલોએ ભેગા થઇને આ પદ્ધતિનો વિરોધ વ્યકત કર્યો હતો. આ ઉપરાંત આ કાર્યવાહીનો વિરોધ કરી કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો ઠરાવ કર્યો હતો. આથી બુધવાર બાદ વકીલો ફાસ્ટટ્રેક કોર્ટની કાર્યવાહીથી અલિપ્ત રહ્યાં હતા.



આ સમયે ભેગા થયેલા ૨૫૦ થી ૩૦૦ વકીલોએ આ અંગે કોઇ કાર્યવાહી ન કરાઇ તો અનિશ્ચિત મુદત સુધી કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાની ચીમકી આપી હતી. આ હડતાલ સતત સાત દિવસ સુધી ચાલી હતી. આ દરમિયાન વકીલ મંડળના પ્રમુખ જગદીશભાઇ મીર સહિતના હોદ્દેદારોએ આ હડતાલ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી. આથી સાત દિવસ બાદ આ હડતાલમાં સમાધાન થયું હતું.



આ સમાધાન બાદ ફાસ્ટટ્રેક કોર્ટના વકીલોએ તા. ૬ નવેમ્બરને શુક્રવારના રોજ ફરીથી કામગીરી શરૂ કરી છે. ફાસ્ટટ્રેક કોર્ટના વકીલોએ ફરી કામગીરી શરૂ કરતા અરજદારોએ રાહતની લાગણી અનુભવી છે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.