Divya Bhaskar

 

પાલનપુરમાં દબાણ હટાવો ઝુંબેશથી વેપારીઓમાં ફફડાટ

Bhaskar News, Palanpur
Thursday, November 05, 2009 03:04 [IST]
Bookmark and Share

બીજા દિવસે પણ કાર્યવાહી કરી પાર્કિંગ માટેની જગ્યાઓ ખુલ્લી કરાઇ

પાલનપુર નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહીના બીજાદિવસે બુધવારે શોપીંગ સેન્ટરોમાં પાકિપ્નગ માટેની જગ્યાઓ ખુલ્લી કરવાની કાર્યવાહી ઉપરાંત જે શોપીંગ સેન્ટરોમાં પાકિપ્નગની સુવિધા નથી તેમને વૈકિલ્પક વ્યવસ્થા કરવા તાકીદ કરવામાં આવી હતી. જેથી શોપીંગ સેન્ટરોના સંચાલકોમાં ફફડાટ પ્રસરી ગયો હતો.

નગરાપાલિકા દ્વારા પાંચ દિવસીય દબાણ હટાવવાની ઝુંબેશ દરમિયાન બુધવારે બીજા દિવસે શહેરના શોપીંગ સેન્ટરોમાં પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતાં વેપારીઓમાં ફફડાટ પ્રસરી ગયો હતો. આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર કેતન વાનાણીએ જણાવ્યું હતું કે ‘ગાંધીનગર નગરપાલિકા નિયામકની સુચના અનુસાર પાલનપુરમાં જાહેર માર્ગને અડચણરૂપ દબાણો તેમજ શોપીંગ સેન્ટરોમાં પાકિપ્નગની જગ્યા ખુલ્લી કરવાની પાંચ દિવસીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જેમાં બુધવારે શહેરના કિર્તીસ્તંભ, તાલુકા પંચાયતની સામે આવેલા કિર્તીસ્તંભ, શિતલ શોપીંગ સેન્ટર, વિક્રમ કોમર્શિયલ સેન્ટર, મારૂતી કોમ્પલેક્ષ, શાંતિસદન શોપીંગ સેન્ટરમાં પાકિપ્નગ માટેની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. જે પૈકી એક શોપીંગ સેન્ટરમાં પ્લાન મુજબ બાંધકામ તેમજ સીડીના મુદ્દે રૂ.૨૧ હજારનો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અંબાજી માતાના મંદિર સામે, કિર્તીસ્તંભ-ગુરુનાનક ચોકના જાહેર માર્ગ પર નીંકની ઉપર બાંધવામાં આવેલા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

આ કાર્યવાહી દરમિયાન શહેર પી.આઇ. એ.જે.ગોંડલીયાની સુચના મુજબ પી.એસ.આઇ. પંકજકુમાર વ્યાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. આ કાર્યવાહીમાં સીટી સર્વેયર આર.કે.સેંગલ સહિત નગરપાલિકાનો સ્ટાફ જોડાયો હતો.

દબાણના મુદ્દે તંત્ર અને વેપારીઓ વરચે ઘર્ષણપાલિકા દ્વારા હાથ ધરાયેલી દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન શોપીંગ સેન્ટરોમાં પાર્કિંગની જગ્યા ખુલ્લી કરવાની કાર્યવાહી દરમિયાન પાર્કિંગની આગળ ઉભા કરાયેલા લોખંડના પોલ તોડવાના મુદ્દે કેટલાક વેપારીઓ અને તંત્રના અધિકારીઓ વરચે ઘર્ષણ થતાં ઉત્તેજના પ્રસરી ગઇ હતી.

વીજથાંભલો ભાંગતા પાલિકાને દંડ થશેદબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન અંબાજી મંદિર સામે જેસીબી મશીન ચાલકે એક વીજથાંભલો જમીનદોસ્ત કર્યોહતો. આ અંગે ઉત્તર ગુજરાત વીજકંપનીના જુનીયર એન્જીનિયર ડી.એસ.વાધેલાએ જણાવ્યું હતું કે ‘નગરપાલિકા પાસેથી વીજથાંભલાના દંડ પેટે રૂ.૪ હજાર વસુલ કરવામાં આવશે.’

તંત્ર શોપીંગ સેન્ટરોના પ્લાનથી અજાણપાલિકાના સત્તાધીશો દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ શહેરના શોપીંગ સેન્ટરોના નકશા સાથે ન રાખતા હોવાથી બાંધકામના પ્લાનથી અજાણ રહે છે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.