આઇઆઇએમ અમદાવાદમાં સમર પ્લેસમેન્ટમાં બુધવારે સ્લોટ-૧નો પ્રારંભ થયો હતો. બે દિવસ સ્લોટ-૦ ચાલ્યા બાદ સ્લોટ-૧માં ફાઇનાન્સ ક્ષેત્રનો દબદબો જોવા મળ્યો હતો. માર્કેટિંગમાં પણ ઘણા વિદ્યાર્થીઓએ ઓફરો સ્વીકારી હોવાનું સૂત્રોએ ઉમેર્યુ હતું. સ્લોટ-૧ના પ્રથમ દિવસે ૩૫ કરતાં વધુ વિદ્યાર્થીઓએ વિવિધ કંપનીઓની ઓફરો સ્વીકારી હોવાનું જાણવા મળે છે.
આઇઆઇએમ અમદાવાદમાં બીજી નવેમ્બરથી સમર પ્લેસમેન્ટનો પ્રારંભ થયો હતો. પ્લેસમેન્ટમાં પ્રથમ દિવસથી જ મંદી દૂર થઇ હોવાના અણસાર દેખાયા હતા. સમર પ્લેસમેન્ટમાં ૧૧૦ જેટલી કંપનીઓના આગમન બાદ પ્રથમ દિવસથી જ ઘણા બધા વિદ્યાર્થીઓને માર્કેટિંગ કંપનીઓએ ઓફરો કરી હતી જેનો વિદ્યાર્થીઓએ હર્ષભેર સ્વીકાર પણ કર્યો હતો. બે દિવસના અંતે આઇઆઇએમ અમદાવાદમાં સ્લોટ-૦ની પૂણાર્હુતિ થઇ છે.
હવે બે દિવસ સુધી સ્લોટ-૧ દરમિયાન વિવિધ કંપનીઓ વિદ્યાર્થીઓને ઓફરો કરી તેમની કંપનીમાં ઇન્ટર્નશિપ માટે ઓફર કરશે.
કન્ફલુઅન્સ-’૦૯નો ૨૭ નવે.થી પ્રારંભ
આઇઆઇએમ અમદાવાદમાં કન્ફલુઅન્સ-’૦૯નો ૨૭ નવેમ્બરથી પ્રારંભ થશે. ત્રણ દિવસની આ ઇવેન્ટની થીમ સર્વાઇવલ, સસ્ટેન અને સકસેસ છે. આ ઇવેન્ટમાં એશિયા ડેવલપમેન્ટ બેંકના ડાયરેકટર રજત નાગ, સેબીના ચેરમેન સી.બી. ભાવે, આરબીઆઇના ડે. ગવર્નર શ્યામલા ગોપીનાથ સહિતના બિઝનેસના માંધાતાઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને મેનેજમેન્ટના પાઠ ભણાવશે.
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.