કેન્દ્ર પર મુસ્લિમ તુષ્ટીકરણનો આરોપ

શિવસેનાનાં કાર્યકારી અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરેએ જમીયત ઉલેમા-એ-હીંદ દ્વારા વન્દે માતરમ્ ગીત ગાવા સામે ફતવો બહાર પાડવા માટે ઝાટકણી કાઢતા કહ્યું હતું કે જેને રાષ્ટ્રીય ગીત સામે વાંધો હોય તેણે પાકિસ્તાન ભેગા થઈ જવું જોઈએ.
ઠાકરેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રી પી ચિદંબરમની હાજરીમાં ફતવો બહાર પાડવામાં આવ્યો હતો જે દર્શાવે છે કે કેન્દ્ર સરકાર લઘુમતીઓનું તુષ્ટીકરણ કરી રહી છે.
જો કેન્દ્રીય ગૃહ મંત્રીની હાજરીમાં રાષ્ટ્રવિરોધી ફતવાઓ જારી કરવામાં આવતા હોય તો આ દેશનું કોઈ ભવિષ્ય નથી. કેન્દ્રએ મતો માટે મુસ્લિમોનાં તુષ્ટીકરણની પોલિસી બનાવી હોય તેમ લાગે છે, સેનાનાં નેતાએ આક્ષેપ કર્યો હતો.
તેમણે કહ્યું કે વન્દે માતરમ ફક્ત બે શબ્દો નથી પણ એક જ્યોત છે જેણે રાષ્ટ્રીયતા જગાવી હતી. જો તમે તમારી માતૃભૂમિને પ્રણામ કરવા ન માંગતા હોવ તો કોને વંદન કરશો? ભારતમાતાને વંદન કરવામાં શરમ શેની? જેઓ ભારતમાતાને પ્રણામ કરવા માંગતા નથી તેઓ એ પાકિસ્તાન અથવા બાંગ્લાદેશ જતા રહેવું જોઈએ. આવા કૃતધ્નીઓ માટે ભારતમાં કોઈ સ્થાન નથી, ઠાકરેએ જણાવ્યું.
તેમણે તેમના પક્ષનાં સભ્યોને આખા મહારાષ્ટ્રમાં ‘વન્દે માતરમ્’ નાં બોર્ડ લગાવી દેવા જણાવ્યું. આવા ફતવાઓ હિન્દુ અને મુસ્લિમો વચ્ચે તાણ વધારે છે, તેમણે ઉમેર્યું.
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.