શાહરૂખ ખાન અભિનિત ફિલ્મ દિલ સે માં ફિલ્મમાવાયેલું ગીત કદાચ હજૂ પણ આપની સ્મૃતિમાં તાજૂ હશે. જોકે, ગીતમાં બતાવાયેલા મલાઇકા અરોરાની કમરના લચકા અને ધૂમાડા કાઢતું એન્જિન ગીતની આ બે મહત્વની વસ્તુમાંથી ટ્રેનનું એન્જિન હવે સદાને માટે ભૂતકાળ બની જવાનું છે.
નિલગિરી માઉન્ટેઇન રેલવેઝ (એનએમઆર) દ્વારા પ્રવાસીઓના સતત વધતા જતા પ્રવાહને ધ્યાનમાં રાખીને વરાળથી ચાલતા અને છૂક..છૂક.. અવાજ કરતાં સ્ટિમ એન્જિનના સ્થાને હવે ડિઝલ એન્જિન વસાવવાની પૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે. આમ, નજીકના ભવિષ્યમાંજ સ્ટિમ એન્જિનની છૂક..છૂક.. હવે કાયમ માટે બંધ થઇ જશે.
દક્ષિણ રેલવેના અધિકારીના જણાવ્યા અનુસાર ડિઝલ એન્જિનને પાંચ ડબ્બાઓ સાથે જોડીને મેટ્ટુપાલાયમ અને હિલગ્રોવ સ્ટેશનો વચ્ચેની ટ્રાયલ લેવાઇ ચૂકી છે. તેમજ સ્ટીમ એન્જિનના સ્થાને ડિઝલ એન્જિનના લગાડવાથી ટોય ટ્રેનમાં વધારે કોચ જોડી શકાશે અને તેનાથી સ્થાનિકો તેમજ પ્રવાસીઓની સગવડમાં વધારો થશે.
તેમજ ડિઝલ એન્જિનના કારણે ટ્રેનની ઝડપમાં વધારો કરી શકાતો હોવાથી અવારનવાર મોડી પડતી ટ્રેનની સમસ્યાને પણ નિહાળી શકાશે. અત્યારસુધી પ્રવાસીઓને સુંદર પર્વતમાળાઓની સફર કરાવતા આ ટ્રેનના રૂટને યુનેસ્કોએ હેરિટેજ સાઇટનો પણ દરજ્જો પણ આપ્યો છે.
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.