Divya Bhaskar

 

દર્દીના મોત બદલ વડા પ્રધાને માફી માંગી

Agency, New Delhi
Wednesday, November 04, 2009 17:42 [IST]
Bookmark and Share

ગઇકાલે ચંદીગઢની મુલાકાતે ગયેલા પ્રધાન મંત્રીની સુરક્ષા વ્યવસાથાને કારણે સમયસર હોસ્પિટલમાં ન પહોંચાડી શકાતા મોતને ભેટેલા કિડનીના દર્દીની પત્નીને આજે વડા પ્રધાને પત્ર લખીને માફી માંગી હતી. ઉલ્લેખનિય છે કે, જ્યારે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા તેના સંબંધીઓ એકથી બીજા ગેટ પર ધક્કા ખાતા હતા ત્યારે પીએમ આ હોસ્પિટલની મુલાકાતે હોવાથી તેમને પ્રવેશવા દેવાયા નહોતા.



વીવીઆઇપીઓની સુરક્ષા વ્યવસ્થાને લીધે સામાન્ય જનતાને પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને મનમોહન સિંહે સુરક્ષા અધિકારીઓને આ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા વખતે આમ આદમી પ્રત્યે સહાનુભૂતિ રાખવા પણ જણાવ્યું હતું.



મૃત્યું પામેલા સુમિત વર્માની પત્નીને લખેલા પત્રમાં સિંહે જણાવ્યું હતું કે હું આપને આપના પતિની મોતને કારણે લાગેલા ઉંડા દુ:ખને વ્યક્ત કરવા માટે લખી રહ્યો છું.



વર્માના પરિવારવાળાઓએ જણાવ્યું હતું કે, તેઓ સુમિતને હોસ્પિટલમાં લઇ જવા માટે એકથી બીજા દરવાજે ભટકતાં રહ્યા હતા પરંતુ પીએમની સુરક્ષા વ્યવસ્થામાં રોકાયેલા સુરક્ષાકર્મીઓએ દર્દીની હાલત ગંભિર હોવાનું જણાવ્યા છતાંપણ તેમને પ્રવેશવા દીધા નહોતા. જ્યારે હોસ્પિટલે જણાવ્યું હતું કે સુમિતને હોસ્પિટલમાં મૃત હાલતમાંજ લાવવામાં આવ્યો હતો.



પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટયુટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચમાં પીએમ મુલાકાત પર હોવાથી દર્દીને પ્રવેશ નહોતો આપી શકાયો તેમ જાણીને વડા પ્રધાને ''આ કંઇક એવું છે જેની હું દિલગીર છું " તેમ પોતાના પત્રમાં લખ્યું હતું.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


 .

Reader's Feedback
chirag patel
Thursday, 5th Nov 2009, 0:28

it is disgusting... how the hell it can happen.. mr singh is for public, public is not for him-- looks like... and all he did is just said sorry,, i think he should pay fare to victims family from his own wages and fire all the officers who stopped victims family to enter into hospital.. it can happen only in our country.. berysad and disgusting.. wake up indians.. it could happen to you or your loved family members as well
jeck
Thursday, 5th Nov 2009, 12:01

lekin wo bichari ka kya? uska to pati mar gaya na, muje to lagata hai hospital me mulakat ke liye neta o ko jana hi nahi chahiye.

Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.