Divya Bhaskar

 

પોતાના નિર્ણયોમાં આસિન સ્વાવલંબી

Agency, Mumbai
Wednesday, November 04, 2009 17:12 [IST]
Bookmark and Share

જો તમે આવું માનતા હો કે બોલીવૂડની નવી અભિનેત્રી આસિન તેના પિતાની છત્રછાયામાં જ રહેનારી યુવતી છે તો તમારી ભૂલ થાય છે. આસનિના માતા-પિતા પણ તેના માટે મુંબઈમાં સેટ થયાં હોવા છતાં તે તેના ઘરની બાજુમાં આવેલાં એપાર્ટમેન્ટમાં એકલી રહે છે. મુંબઈ જેવા શહેરમાં બહારથી આવીને એકલા રહેવાની હિંમત બતાવનાર આ અભિનેત્રીએ હાલમાં પોતાની ફિલ્મ ‘લંડન ડ્રીમ્સ’ના પ્રમોશન વખતે પણ એ વાતનો સંકેત આપ્યો છે કે તેને પોતાના કામમાં તેના પિતાની મદદની કોઈ જરૂર નથી.



આસિનની આ ફિલ્મના પ્રમોશન માટે તેની સાથે તેના પિતાએ પણ હાજરી આપવાની ઇચ્છા વ્યકત કરી હતી, પણ આસિન પોતાના કરિયરમાં કોઈની મદદ લેવા માગતી નહોતી તેથી તેણે પિતા નારાજ ન થાય તે માટે સીધી રીતે ઇનકાર નહોતો કર્યોપણ તેણે આવા ઇન્ટવ્ર્યુનું જે શેડયુલ ગોઠવાયું હતું તેમાં હાજરી જ આપી નહીં,



પરિણામે આ ઇન્ટવ્ર્યુ થઈ જ શકયો નહીં. આસિનની આ રીતથી તેના પિતા પણ જાણી ગયા છે કે આસનિ પોતાની કરિયરને લગતા નિર્ણય પોતાની જાતે જ કરવા માગે છે, તેમાં તે કોઈની મદદ લેવા માગતી નથી, તેના પિતાની પણ નહીં. આસનિની આ ખુદ્દારી જોયા બાદ કોઈપણ માણસ એમ કહી શકે કે તે પોતાના પિતાની છત્રછાયા નીચે રહેનારી યુવતી નથી.





Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.