Divya Bhaskar

 

Azab-Gazab

ક્યારેય રાત્રે ઇન્દ્રધનુષ જોયું છે...

Agency, London
Wednesday, November 04, 2009 17:06 [IST]
Bookmark and Share

rinbow.jpgમંદ મંદ વરસતા વરસાદમાં તમે દિવસે ઘણી વખત ઈન્દ્રધનુષના દર્શન કર્યા હશે. પણ તમે ક્યારેય રાત્રે ઈન્દ્રધનુષ દેખાયું હોય તેવું સાંભળ્યું છે? જો કોઈ આવું કહે તો તેની વાત પર વિશ્વાસ કરવો પણ મુશ્કેલ છે. આવું જ કંઈક નોર્થ યોર્ક શાયરના રિચમંડમાં જોવા મળ્યું હતું.

આ સ્થળે રાત્રે ઈન્દ્રધનુષના દર્શન કરીને લોકોને આશ્ચર્ય થયું હતું. જો કે આવો બનાવ ભાગ્યે જ જોવા મળે છે. અતી દુર્લભ ગણાતા સુંદર અને રમણિય બનાવની તસ્વીર કોઈ કેમેરામેને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. આ તસવીરમાં ઈન્દ્રધનુષને જોઈ શકાય છે.

આ ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરનાર ક્રિસ વાકરે જણાવ્યું હતું કે એક સાંજે તે હલકા તોફાન વચ્ચે ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે તેણે આ નજારો જોયો હતો. નિરખીને જોયા બાદ મને ખબર પડી હતી કે આ તો ઈન્દ્રધનુષ છે. આથી આ દ્રશ્યને મેં મારા કેમેરામાં કેદ કરી લીધું હતું.

દુનિયામાં આવા બનાવો બહુ ઓછા જોવા મળે છે. પરંતુ ચંદ્ર જ્યારે આકાશમાં 42 ડીગ્રીની ઉંચાઈ પર હોય અને તેની સામેની દિશામાં મંદ મંદ વરસાદ સાથે આકાશમાં અંધારું ફેલાયેલું હોય ત્યારે આવા બનાવો બનતા હોય છે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.