આવકવેરા વિભાગને અગત્યના દસ્તાવેજો મળી આવ્યા
ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાના અબજો રૂપિયાના હવાલા કૌભાંડ અંગે તેમના વિવિધ સ્થળો પર ચાર દિવસથી આવકવેરા વિભાગના દરોડા ચાલુ છે ત્યારે તાજા સમાચાર મુજબ આઇટી વિભાગે આજે મધુ કોડાનું ઘર સીલ કરી દીધું છે.
આઇટી વિભાગના સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર મધુ કોડાનાં ઘરમાંથી ઘણા અગત્યના દસ્તાવેજો મળી આવ્યા છે. ઉલ્લેખનિય છે મધુ કોડાએ કબુલ્યુ હતું કે, જ્યારે તે મુખ્યમંત્રી નહોતા ત્યારે ઘણી વખત પોતાના ખર્ચે ખાડી દેશોની મુલાકાત લીધી હતી.
છેલ્લા ઘણા દિવસોથી ચાલતી હવાલા કૌભાંડની તપાસની ચર્ચા સમગ્ર દેશમાં છે ત્યારે આઇટી વિભાગે આજે કોડાનું ઘર સીલ કરી ત્યાંથી ઘણા દસ્તાવેજો જપ્ત કરી લીધા છે. હવે જોવાનું એ રહ્યુ કે કોડાનું કૌભાંડ કેટલા કરોડનો આંકળો વટાવશે?
કોડાએ સરકારી યોજનાઓમાંથી પણ ગેરકાયદે નફો કર્યો હતો
આવકવેરા વિભાગના દાવા મુજબ મધુ કોડાએ સરકારી યોજનાઓમાંથી પણ ગેરકાયદેસર રીતે તગડો નફો કમાઈ લીધો હતો. દરોડા દરમિયાન મળેલા દસ્તાવેજો પરથી માલૂમ થયું છે કે તેણે ઉત્તર પ્રદેશના લખનઉમાં સરકાર પ્રાયોજિત ગ્રામીણ વિદ્યુતીકરણ કાર્યક્રમ મારફતે તેના સાથીની મદદથી રૂ. ૩૦ કરોડની કમાણી કરી લીધી હતી.
સંબંધિત સમાચાર
* મધુ કોડા પૂછપરછ વચ્ચે જ હોસ્પિટલમાં દાખલ થઈ ગયા
સંબંધિત સમાચાર
* મધુ કોડાની મિલકતો સિલ કરવાનું આઇટી વિભાગે શરૂ કર્યું
* મધુ કોડાના રૂ. ૨૦૦૦ કરોડના હવાલા વ્યવહારના પુરાવા મળ્યા
* મધુ કોડાનાં ૬૦ સ્થળો પર આવકવેરાના દરોડા
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.