Divya Bhaskar

 

અજય-કાજોલ ફરી રોમાન્સ કરશે

Agency, Bhopal
Wednesday, November 04, 2009 16:03 [IST]
Bookmark and Share

ajay-kajol.jpgબોલિવૂડ સ્ટાર અજય દેવગણે જણાવ્યું હતું કે તે પત્ની કાજોલ અને પુત્રી સાથે એક નવી ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યો છે. તેમજ આ અંગેની સંપૂર્ણ તૈયારી આવતા મહિના સુધીમાં પુરી થઈ જશે.



એક અગ્રણી ફેશન બ્રાન્ડના પ્રચાર માટે ભોપાલમાં આવેલા અજયે વધુમાં જણાવ્યું હતું કે કાજોલ તેમજ પુત્રી સાથેની તેની આગામી ફિલ્મની યોજના આવતા મહિલા સુધીમાં તૈયાર થઈ જશે.



આ પ્રસંગે અજય પ્રકાશ ઝાની આગામી ફિલ્મ 'રાજનીતિ' અંગે કંઈ પણ જણાવવાનો ઈનકાર કર્યો હતો. અજયે જણાવ્યું હતું કે હાલમાં ફિલ્મ અંગે કંઈ પણ જણાવવું યોગ્ય નથી.



ભોપાલ અંગેની યાદોને તાજી કરતા અજયે જણાવ્યું હતું કે તે આ પહેલા પણ ભોપાલ આવી ચુક્યો છે. પરંતુ શહેરની ખુબસુરતીને નજીકથી જોવાનો તેને ક્યારેય મોકો મળ્યો નથી. અહીંના લોકો ખૂબ સારા છે તેમજ તેઓ શૂટિંગમાં ક્યારેય કોઈ વિઘ્નો પેદા કરતા નથી.



નોંધનીય છે કે અજયે પોતાની કારકિર્દીની શરૂઆતમાં એક્શન ફિલ્મોમાં કામ કર્યું હતું. હવે તે એક્શન છોડીને મોટા ભાગે કોમેડી પ્રકારની ફિલ્મોમાં કામ કરે છે. આ અંગે અજયે જણાવ્યું હતું કે, હાલમાં રજૂ થયેલા મારી બધી ફિલ્મો જુદા પ્રકારની છે. મને જે રોલ સારો લાગે છે તે હું કરું છું. ફિલ્મમાં રોલનો આધારે તેની વાર્તા અને સ્ક્રિપ્ટ પર રહેલો છે.



પોતાના ડ્રીમ રોલ વિશે અજયે જણાવ્યું હતું કે હાલમાં આ બાબતે કોઈ વિચાર કર્યો નથી. ફિલ્મ પ્રોડક્શન અંગે અજયે જણાવ્યું હતું કે આ વ્યવસાય તેની પત્ની કાજોલ જ સંભાળે છે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.