Divya Bhaskar

 

ઝડપાયેલા આતંકવાદીઓનો જયપુર બ્લાસ્ટમાં હાથ નથી

Agency, Jaipur
Wednesday, November 04, 2009 15:56 [IST]
Bookmark and Share

blastરાજસ્થાનના આતંકવાદ વિરોધી દળના પોલીસ અધીક્ષક કપિલ ગર્ગે સ્પષ્ટ પણે જણાવી દીધુ છે કે, મધ્યપ્રદેશનાં જબલપુરથી પકળાયેલા ચાર શકમંદ આતંકવાદીઓનો ગયા વર્ષે જયપુરમાં થયેલા બોંબ બ્લાસ્ટ સાથે કોઇ સંબંધ નથી.



ઉલ્લેખનીય છે મધ્યપ્રદેશ પોલીસે જબલપુરમાંથી આ ચારેય શકમંદને ઝડપ્યા ત્યારે એવી વાત બહાર આવી હતી કે આ તમામ જયપરમાં ગયા વર્ષે મે માસમાં થયેલા બોંબ બ્લાસ્ટ સાથે સંબંધ ધરાવે છે.



ગર્ગે જણાવ્યુ હતું કે, મધ્યપ્રદેશ એટીએસે આ ચારેય શકમંદને પકળ્યા છે અને તેમની સાથે રાજસ્થાન પોલીસ સતત સંપર્કમાં છે. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યુ છે કે, આ ચારેયનો જયપુર બ્લાસ્ટમાં કોઇ હાથ નથી છતાં પણ અમે મધ્યપ્રદેશ એટીએસ સાથે સંપર્ક બનાવી રાખ્યો છે.

સંબંધિત સમાચાર
* જયપુર બ્લાસ્ટ: 4 આતંકવાદી ઝબ્બે



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.