બોલિવૂડ દિગ્દર્શક અનુરાગ કશ્યપ એવું માની રહ્યા છે કે ફિલ્મો પર સેન્સર બોર્ડની કાતર ફરવી જોઈએ નહીં. અનુરાગના કહેવાનો મતબલ એવો હતો કે દેશના વર્તમાન નેતાઓની ટીકા કરતા તેમજ સેક્સ જેવા વિષયો પર ફિલ્મો બનાવવા પર કોઈ રોકટોક હોવી જોઈએ નહીં. તેમને જણાવ્યા પ્રમાણે સેક્સના મુદાને એકયા બીજી રીતે ફિલ્મમાં સંડોવ્યા વિના ફિલ્મનું નિર્માણ કરવું મુશ્કેલ છે.
દેવ-ડી જેવી ફિલ્મ બનાવનાર કશ્યપે 11માં ફિલ્મ મહોત્સવ દરમિયાન જણાવ્યું હતું કે ફિલ્મના નિર્માણ પર સેન્સર બોર્ડનો કોઈ પણ પ્રકારનો હસ્તકક્ષેપ હોવો જોઈએ નહીં. કશ્યપે વધુમાં જણાવ્યું હતું કે હું મારી ફિલ્મોમાં બધી મર્યાદાઓ ઓળંગવાનો પ્રયાસ કરું છું જેનાથી ફિલ્મમાં વાસ્તવિકતાના દર્શન થાય છે.
ગુલાલ તેમજ બ્લેક ફ્રાઈડે જેવી વાસ્તવિક ઘટનાઓ પર ફિલ્મ બનાવનાર કશ્યપે વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં ગૈબરિએલ રેન્જની 'ડેથ ઓફ અ પ્રેસિડેન્ટ' જેવી ફિલ્મનું નિર્માણ કરવું અશક્ય છે. આ ફિલ્મ એવા સમયે બની છે જ્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બુશ જીવીત છે.
બોલિવૂડમાં તો એવી ફિલ્મનું નિર્માણ કરવું પણ અશક્ય છે જ્યાં ચાર વ્યક્તિઓ ચાની ચુસ્કી લેતા લેતા રાજ ઠાકરેની ટીકા કરી રહ્યા હોય. 37 વર્ષીય ફિલ્મકાર કશ્યપ મંદીને બોલિવૂડ માટે આશીર્વાદ રૂપ માને છે. કશ્યપે જણાવ્યું હતું કે મંદીના કારણે બોલિવૂડ પોતાના જુના રંગમાં આવી ગયું છે. કારણ કે ફિલ્મનિર્માતાઓ હવે તેમની ફિલ્મ પણ બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળી રહ્યા છે.
કશ્યપે જણાવ્યું હતું કે બોલિવૂડમાં નવા જ વિચાર સાથે ફિલ્મ બનાવવાનું સાહસ કરનારા બહું ઓછા નિર્માતાઓ છે. મોટા ભાગના નિર્માતાઓ પોતે ફિલ્મ પર લગાવેલા પૈસા પાછા મેળવવાનો પ્રયાસ કરતા હોય છે. આથી ફિલ્મની વાર્તા જો પૈસા રળી આપે તેવી હોય તો જ તેના પર ફિલ્મ બનાવવામાં આવે છે.
અનુરાગના મંતવ્ય અંગે અમે તમને ચર્ચા કરવા આમંત્રણ આપીએ છીએ. નીચે દર્શાવેલા ફીડબેક ફોર્મ દ્વારા તમારો અભિપ્રાય અમને લખી મોકલો.
Name:
Email ID:
Comments:
Code:
.
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.