અભિનેત્રી અને ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટી ઓફ ઈન્ડિયાની ચેરપરસન નંદિતા દાસનું માનવું છે કે ભારતીય ફિલ્મ ઉદ્યોગ દ્વારા પૈસા રડતી ફિલ્મો સૌથી વધારે બનાવવામાં આવે છે. પંરતુ બાળકો માટેની સારી ફિલ્મો બનાવી શકતું નથી.
તેણે કહ્યું હતું કે ઈરાન અને ચીન જેવા દેશોમાં બાળકોનો બોધપાઠ આપે તેવી સારા વિષયો ધરાવતી ફિલ્મો વધારે બની રહી છે. જ્યારે ભારત આ બધાથી છેટું છે. જો કે તે આ ખાઈને પુરવા પ્રયાસો હાથ ધરવાની છે. અને બાળકોના મુદ્દાને સારી રીતે રજૂ કરતી ફિલ્મો પર ધ્યાન આપશે.
તેણે કહ્યું હતું કે આપણી લાઈબ્રેરીમાં 300 જેટલી ફિલ્મો છે જેમાંથી 150થી 200 જેટલી ફિલ્મો સીએફએસઆઈ દ્વારા બનાવવામાં આવી છે. જે ફિલ્મોને રજૂ કરવા માટે પરતુ નથી પણ બાળકો માટેની સારી ક્વાલિટી વાળી ફિલ્મો માટે છે.
તેણે કહ્યું હતું કે આ વર્ષે અમે આશા રાખીએ છીએ કે સારી ફિલ્મો બનાવીશું અને તે માટે સ્ક્રિપ્ટ કમિટીમાં અમે ફેરબદલ કરવાના છીએ. અમે સારા લોકોને સ્ક્રિપ્ટ માટે પસંદ કરીશું કારણ કે કોઈપણ સારી ફિલ્મ માટે તેની સ્ક્રિપ્ટ ખુબ મહત્વ ધરાવતી હોય છે. તેમજ હું પ્રયત્ન કરીશ કે વધું પડતી ફિલ્મો બનાવવાને બદલે અમે સારી ક્વાલિટી વાળી ફિલ્મો બનાવીશું. અને તે માટે ઘણા ફિલ્મ મેકરોને પણ મળશું.

Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.