Divya Bhaskar

 

માઓવાદીઓએ બેદિવસનું ઓરિસ્સા બંધનું એલાન આપ્યું

Agency, Bhubneshwar
Wednesday, November 04, 2009 14:41 [IST]
Bookmark and Share

માઓવાદીઓએ આપેલા બે દિવસીય ઓરિસ્સા બંધના એલાનને કારણે જનજીવન પર તેની અસર થઇ હતી. માઓવાદીઓએ માલકાંગિરી જીલ્લાની એક સ્ટીલ કંપનીના ગેસ્ટ હાઉસને નુક્સાન પહોંચાડ્યું હતું.



ચિત્રાકોડન્ડાના ગજિઆગોડા વિસ્તારમાં આવેલી એસ્સાર સ્ટીલના ગેસ્ટ હાઉસ પર 50 જેટલા હથિયારધારી હુમલાખોરો ત્રાટક્યા હતા અને તેને આગ ચાંપી દીધી હતી તેમજ જિલ્લા એસ.પી. સત્યેન્દ્ર ભોઇએ જણાવ્યું હતું. ડાબેરી વિચારધારા ધરાવતા હુમલાખોરો ગેસ્ટ હાઉસની ચોકી કરતાં વોચમેન પર હૂમલો કરીને બિલ્ડિંગ પર ત્રાટક્યા હતા. તેમણે કંપનીના બે ઇજનેરોને પણ માર મારી નજીકના ઘરમાં પૂરી દીધા હતા જેમને આજે સવારે બચાવાઇ લેવાયા હતા તેમ તેમણે ઉમેર્યું હતું.



પોલીસ સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે માલકાંગિરી, કોરાપુટ, રાયગડ અને ગજપતિ જિલ્લાઓ માઓવાદીઓ દ્વારા અપાયેલા બે દિવસીય બંધના પહેલા દિવસે સામાન્ય જનજીવન અસર પામ્યું હતું. માઓવાદીઓ દ્વારા આ બંધ કેન્દ્ર સરકાર દ્વારા તેમના વિરૂધ્ધ આક્રમકવલણ અપનાવવા તેમજ પોલીસને વિશેષ સત્તા આપવાના વિરોધમાં આપવામાં આવ્યો છે.



માલકાંગિરી જિલ્લામાં તેઓએ વૃક્ષોને કાપીને તેમને રોડ પર આડસ તરીકે મુકી દેતા જિલ્લામાં વાહનવ્યવહારને અસર થઇ હતી. આ વિસ્તારની દુકાનો તેમજ અન્ય વ્યાવસાયિક એકમો બંધ રહ્યા હતા જોકે, જિલ્લના મુખ્ય મથકમાં જનજીવન સામાન્ય રહ્યા હતા.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.