Divya Bhaskar

 

શિક્ષકે વિદ્યાર્થિનીના કપડા ઉતરાવી ફોટા પાડ્યા

Agency, Lucknow
Wednesday, November 04, 2009 14:42 [IST]
Bookmark and Share

teacher_443ઉત્તર પ્રદેશની એક સ્કૂલમાં શિક્ષણ જગતને લજવતો એક બનાવ બન્યો હતો. અહીંની એક સ્કૂલના એક શિક્ષકે દસ વર્ષની વિદ્યાર્થિનીને કપડા ઉતારવાની ફરજ પાડી હતી. તેમજ મોબાઈલ ફોન વડે તેના ફોટાઓ પણ પાડ્યા હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે રાજેશ શુક્લા નામના શિક્ષકે પાંચમાં ધોરણમાં અભ્યાસ કરી રહેલી વિદ્યાર્થિનીની શારીરિક છેડતી કરી હતી. ઉત્તર પ્રદેશના કનુજ જિલ્લાના મહમુદપુર ગામની સ્વામી હરિહર સ્કૂલમાં આ બનાવ બન્યો હતો. આ બાબતે કનુજ જિલ્લાના પોલીસ ઈન્સપેક્ટર એફ.એ.પુન્દીરે જણાવ્યું હતું કે હાલમાં શુક્લા ફરાર થઈ ગયો છે. અમે બનાવ વિશે વધુ માહિતી મેળવવા માટે સ્કૂલ મેનેજમેન્ટનો સંપર્ક કર્યો છે.

કિશોરીના પિતા રામસિંઘ ચૌહાણે ગઈકાલે રાત્રે આ અંગેની ફરિયાદ પોલીસ મથકમાં દાખલ કરી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે શુક્લાએ અભ્યાસક્રમની ચર્ચા કરવાનો ઢોંગ કરીને વિદ્યાર્થિનીને ખાલી રૂમમાં બોલાવી હતી, જ્યાં તેણે વિદ્યાર્થિનીને કપડા ઉતારવા જણાવ્યું હતું તેમજ તેની શારીરિક છેડતી પણ કરી હતી.

* એક વર્ષથી પુત્રી પર બળાત્કાર કરતો નરાધમ પિતા

તેની સાથે શિક્ષકે વિદ્યાર્થિનીને ધમકી આપી હતી કે તે આ અંગેની જાણ કોઈને કરશે તો તેના માઠા પરિણામ ભોગવવા પડશે. આ બાબતે સ્કૂલ મેનેજર હરીહર બાબાએ પત્રકારોને જણાવ્યું હતું કે શિક્ષક સામે કડકમાં કડક પગલા લેવામાં આવશે. જ્યારે સ્કૂલના અન્ય શિક્ષકોએ શુક્લાને ફરજપરથી મુક્ત કરવાની ભલામણ કરી છે.

ઘટનાને પગલે બુધવારે સવારે વિદ્યાર્થીઓના વાલીઓ સ્કૂલ ખાતે એકઠા થયા હતાં, તેમજ સ્કૂલનો મુખ્ય દરવાજો તોડી નાખ્યો હતો. ગુસ્સે થયેલા લોકોએ સ્કૂલની ઓફિસમાં પણ તોડફોડ કરી હતી, તેમજ સ્કૂલના સ્ટાફને પણ મેથીપાક આપ્યો હતો.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.