Divya Bhaskar

 

મોંઘવારીથી હમણાં રાહત નહીં : પવાર

Agency, New Delhi
Wednesday, November 04, 2009 13:29 [IST]
Bookmark and Share

છેલ્લા કેટલાક સમયથી અસહ્ય મોંઘવારીના બોજા નીચે જીવી રહેલા મધ્યમ વર્ગની આશાઓ પર પાણી ફેરવી દેતા કૃષિ મંત્રી શરદ પવારે આજે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી દેશમાંથી મોંઘવારી ઘટવાના કોઇ અણસાર નથી.



તેનું કારણ આપતા પવારે જણાવ્યું હતું કે, દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું નિષ્ફળ જવાના કારણે અનાજનું ઉત્પાદન અંદાજ કરતાં ઘણું ઓછું થયું હોવાથી તેના ભાવ ઘટવાની કોઇ શક્યતા નથી. જોકે , ચોમાસાના અંતભાગમાં પ્રમાણમાં સારો વરસાદ થતાં જમીનમાં ભેજનું પ્રમાણ સારૂં રહેવાના કારણે રવિ પાકનું ઉત્પાદન સારૂં થઇ શકે તેમ હોવાથી જ્યારે ત્રણ મહિના પછી બજારમાં નવો પાક આવશે ત્યારે કદાચ ભાવમાં ઘટાડો થઇ શકે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.