Divya Bhaskar

 

નક્સલવાદ આદીવાસીઓ સાથે અન્યાયનું પરિણામ છે: પીએમ

Agency, New Delhi
Wednesday, November 04, 2009 13:27 [IST]
Bookmark and Share

naxalites_indiaપ્રધાનમંત્રી મનમોહનસિંઘે નક્સલવાદ વિરૂદ્ધ પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યુ હતું કે, બંદુક વડે નક્સલવાદનો ખાત્મો થશે નહી. આદીવાસી વિસ્તારમાં જો વિકાસ કરવો હોય તો હથિયારનો સાથ છોડવો પડશે. તેમજ એમણે ઉમેર્યુ હતું કે નક્સલવાદ આદીવાસીઓ સાથે થયેલા અન્યાયનું પરિણામ છે.

મનમોહનસિંઘે એમ પણ જણાવ્યુ હતું કે, જે રીતે દેશમાં નક્સલવાદની ગતિ વધી રહી છે તેને જોતા લાગી રહ્યુ છે કે, નક્સલવાદી પ્રવૃત્તિઓને અટકવાવા માટે આપણે પહેલા તેમના દિલ અને મગજ જીતવા પડશે. તેમની સાથે પ્રેમની ભાવનાથી વાટાઘાટો કરી આ ભયંકર સમસ્યાનો ઉપાય શોધવો પડશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતું કે આપણે આદીવાસીઓને સમાન હક આપવો જોઇએ. ઉલ્લેખનીય છે કે, ઝારખંડ, બિહાર, ઓરિસ્સા, છત્તિસગઢ અને પશ્ચિમ બંગાળમાં નક્સલવાદીઓનો આતંક વધી રહ્યો છે. તેમજ નક્સલવાદ પોતાનો પંજો પુરા દેશ પર ફેરવશે તેવી દહેશત ફેલાયેલી છે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.