Divya Bhaskar

 

પ્રિયંકા પર ટોળાનો હુમલો!

Agency, Mumbai
Wednesday, November 04, 2009 11:43 [IST]
Bookmark and Share

પ્રિયંકા ચોપરા અવાર નવાર અજમેરની પ્રખ્યાત દરગાહની મુલાકાત લે છે



priyanka.jpgસોમવારે અભિનેત્રીએ અજમેરની પ્રસિદ્ધ દરગાહની મુલાકાત લીધી હતી, તેમજ ચાદર ચઢાવી હતી. પ્રિયંકા ચોપરા પોતાના પરિવારના અમુક સભ્યો સાથે અજમેર ગઈ હતી, જ્યાં તેણે સામાન્ય મુલાકાતીઓની જેમ જ દરગાહની મુલાકાત લઈ ચાદર ચઢાવી હતી.



દરગાહની મુલાકાત દરમિયાન પ્રિયંકાએ પોતાના સિક્યુરિટી જવાનોને દૂર રાખ્યા હતા, તેમજ એક સામાન્ય ભક્તની જેમ દરગાહની મુલાકાત લીધી હતી. ઘટનાસ્થળે હાજર રહેલા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે પ્રિયંકાએ પોતાના સુરક્ષા જવાનોને બહાર ઉભા રહેવાનો આદેશ આપ્યો હતો. તેમજ તે દરગાહના દર્શન કરવા માટેની લાઈનમાં એકલી જ ઉભી રહી હતી.



સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચાદર ચઢાવવા માટે લાઈનમાં ઉભી રહેલી પ્રિયંકાના ચહેરા પરથી સ્પષ્ટ જોઈ શકાતું હતું કે લોકોની ભીડના કારણે તે પરેશાન થઈ ગઈ છે. આમ છતાં તેણે તેના સુરક્ષા જવાનોને અંદર બોલાવ્યા ન હતાં. પ્રિયંકા ચોપાડા અંદાજે પંદર મિનિટ સુધી સુરક્ષા વ્યવસ્થા વિના લાઈનમાં ઉભી રહી હતી.



જો કે આ સમયે પ્રિયંકા ચોપરાની એક ઝલક મેળવવા માટે તેના અસંખ્ય ચાહકોએ તેને ઘેરી લીધી હતી. પરંતુ પ્રિયંકાએ કેમ પણ કરીને શાંત રહેવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે પ્રિયંકાએ જણાવ્યું હતું કે દરગાહમાં ખૂબ જ ભીડ હતી, પરંતુ મને તેની સામે કોઈ જ વાંધો ન હતો. દરગાહની મુલાકાત બાદ હું ખૂબ જ ખુશ છું.



પરંતુ દરગાહની બહાર નિકળતાની સાથે લોકોએ મને ઘેરી લીધી હતી. જેના કારણે તે ખૂબજ પરેશાન થઈ ગઈ હતી. ભીડથી બચવા હું મારી કાર તરફ દોડી હતી. પરંતુ ભુલથી હું દરગાહના પરિસરમાં પાર્ક કરેલી એક અન્ય કારને મારી કાર સમજીને તેમાં બેસી ગઈ હતી. જો કે પાછળથી મારી ભૂલ અંગે જાણ થતાં મેં કારમાં બેસેલા લોકોની માફી માગી હતી.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.