Divya Bhaskar

 

શત્રુઘ્ન સિન્હાને મૂછો મુંડાવી પડી

Agency, Mumbai
Wednesday, November 04, 2009 08:44 [IST]
Bookmark and Share

બોલિવુડમાં શોટગનના નામથી લોકપ્રિયતા શિખરો સર કરનાર અભિનેતા શત્રુઘ્ન સિન્હાએ તેની 36 વર્ષની ફિલ્મ કારકિર્દીમાં જે નથી કર્યું તે તેઓએ હવે કરવું પડે છે. તેઓ રામ ગોપાલ વર્માની આગામી ફિલ્મમાં પોતાની મૂછો મુંડાવી રહ્યાં છે.



રામુએ શત્રુઘ્નને લઈને તેની આગામી ફિલ્મ રક્ત ચરિત્રનું કામ ઉત્સાહભેર શરુ કરી દીધું છે. આ ફિલ્મમાં શત્રુઘ્ન આંધ્ર પ્રદેશના પૂર્વ મુંખ્યમંત્રી એન.ટી. રામાવાને મળતી ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં વિવેક ઓબરોય મુખ્ય ભૂમિકામાં છે.



ફિલ્મ યુનિટના સૂત્રોનું કહેવું છે કે શત્રુઘ્ન સિન્હા માટે આ પાત્ર માટે મૂછ મુંડન કરાવવાનો નિર્ણય લેવો એટલો સહેલો ન હતો. કારણ કે તેમના પરિવારના કોઈ સભ્ય, મિત્ર અને તેમની સાથે જોડાયેલા કેટલાક લોકો તેઓના આ નિર્ણયની વિરુદ્ધ હતા. જો કે શત્રુઘ્નએ પાત્રની છબીને ધ્યાનમાં રાખીને મૂછોનું બલિદાન આપ્યું હતું.



shatrughan-sinha



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.