Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Wednesday, November 04, 2009 00:14 [IST]  

danik bhaskarઅને અંતે એક મજબૂર માતાએ વેશ્યા બનવું પડ્યું

Agency, Baghdad

વેદાદ હવે આવી કપરી પરિસ્થિતિ સહન કરી શકવા સમર્થ નથી. તે પોતાના કામથી ઉબાઈ ગઈ છે. વેદાદ એ ઈરાકમાં દેહવ્યાપાર કરી રહી છે.



ત્રણ વર્ષ અગાઉ સાંપ્રદાયિક હિંસામાં તેણે પોતાના પતિને ગુમાવ્યો હતો. પોતાના પરિવારને મદદ કરવા માટે વેદાદે પોતાની ત્રણ યુવાન પુત્રીઓને મદદ કરવા માટે નોકરી મળવવાના પ્રયત્નો આદર્યા હતા. પરંતુ તેનો ઈન્ટરવ્યુ લેનારા પુરૂષોને તેનામાં રહેલી કામની આવડત કરતા વધારે તેના શરીરમાં રસ હતો.



તેણે નિરાશ સ્વરે જણાવ્યું હતું કે આમ કરવાનો નિર્ણય લેવો તે મારા માટે ઘણી જ અઘરી વાત હતી, કારણ કે કોઈ પણ સ્ત્રી સ્વેચ્છાએ આવું કરવા ઈચ્છે નહીં.



પોતાનો બળાપો કાઢતા તેણે ઉમેર્યુ હતું કે મારી પરિસ્થિતિએ મને આમ કરવા મજબૂર કરી હતી કેમ કે હું નોકરી શોધી શકતી નહોતી અને સરકાર પાસે મારા માટે નોકરી નહોતી.



પોતાની ઓળખ ગુપ્ત રાખવા માટે ખોટા નામનો ઉપયોગ કરનારી વેદાદની મુશ્કેલીઓ આટલેથી જ અટકતી નથી. તેથી તેણે સ્વપ્નમાં પણ વિચાર્યુ ના હોય તેવુ કાર્ય કરવું પડ્યું. તેણે વેશ્યા બનવું પડ્યું કે જેણી તેને ક્યારે કલ્પના પણ નહોતી કરી.



ઈરાકમાં મહિલાઓના હક્કો માટેના ચળવળકાર યાનર મોહમ્મદે જણાવ્યું હતું કે ઈરાકમાં વેદાદ જેવી એવી હજારો મહિલાઓ છે કે જેઓ દેહવ્યાપાર સાથે સંકળાયેલી છે. તેમાની મોટા ભાગની મહિલાઓ મદદ માટે આગળ આવતા શરમાય છે અને ડરે છે.



મોહમ્મદે જણાવ્યું હતું કે સમાજનો એક પણ વ્યક્તિ તેને સન્માન નથી આપતો કે નથી તેની મદદ કરતો.



ઈરાકમાં ઓર્ગેનાઈઝેશન ઓફ વુમેન્સ ફ્રિડમ નામની સંસ્થા ચલાવતા મોહમ્મદે જણાવ્યું હતું કે વેદાદ જેવી ઘણી ઈરાકી મહિલાઓ આવી બદતર જીંદગી જીવી રહી છે કેમ કે તેઓની પાસે કોઈ જાતની મદદ નથી અને જીંદગી જીવવાનો અન્ય કોઈ રસ્તો નથી.



ઉલ્લેખનીય છે કે ઈરાકમાં દેહવ્યાપાર ગેરકાનૂની છે. મોહમ્મદના જણાવ્યા પ્રમાણે જો મહિલાઓ આ ગુનામાં દોષિત જણાય તો તેમને ત્રણથી ચાર મહિનાની જેલની સજા થઈ શકે છે પરંતુ તેઓના ગ્રાહકોની ભાગ્યે જ ધરપકડ કરવામાં આવે છે.



જ્યારે મહિલાઓ જેલની બહાર આવે છે ત્યારે તેઓનું ભવિષ્ય રોળાઈ જાય છે. મોહમ્મદે જણાવ્યું હતું કે જે દિવસે તેઓ જેલમુક્ત બને છે ત્યારે જે લોકોએ તેનું શોષણ કર્યુ હોય છે તેવા લોકો દરવાજા બહાર તેઓની રાહ જોઈ રહ્યા હોય છે.



વેદાદે યુદ્ધમાં પોતાના પતિને ખોયો છે. વેદદ સતત ભયમાં જીંદગી પસાર કરી રહી છે. પરંતુ તેને સત્તાવાળાઓ તરફથી મળનારી સજા કરતા તેના પરિવાર તરફથી મળનારી નફરતથી તેને વધારે ડર લાગી રહ્યો છે.



વેદાદે જણાવ્યું હતું કે હું આખી જીંદગી આવું કરવા નથી માગતી તે મારા માટે અશક્ય વાત છે.



મારી દિકરીઓ અત્યારે યુવાન છે પરંતુ જ્યારે તે મોટી થશે ત્યારે હું નહીં કરી શકું...., કહીં લાગણીશીલ બનેલી વેદાદ પોતાનું વાક્ય પણ પૂરું કરી શકી નહોતી.



અત્યાર સુધી વેદાદ પોતાના કામને ગુપ્ત રાખી શકી છે, પરંતુ તેની પુત્રીઓ મોટી થવા લાગી છે અને તેઓ વધારે આતુર બની છે. તે હવે પૂછવા માડીં છે કે તે ક્યાં જઈ રહી છે. વેદાદે જણાવ્યું હતું કે હું કહીં દઉ છું કે હું ડોક્ટર પાસે જઈ રહી છું કે પછી સલુનમાં જઈ રહી છું જેથી હું પૈસા કમાવી શકું.



પરંતુ કેટલીકવાર જ્યારે તેઓને ખબર પડે છે કે હું બહાર જાઉં છું ત્યારે તેઓ સાથે આવવાનું કહે છે અને કંઈક ખાવાની વસ્તુ લઈ આપવાનું કહે છે, ત્યારે હું આ બધું તેમના માટે જ કરૂ છું કારણ કે મારી પાસે પૈસા નથી તેમ કહેવું મારે માટે કપરૂ બની જાય છે. તે મારા માટે ઘણી જ કપરી બાબત છે, આટલું બોલતા બોલતા જ વેદાદનો અવાજ તરડાય જાય છે અને પોક મૂકીને રડી પડે છે.



પોતાના પતિના મૃત્યુ બાદ વેદાદે આવું ન કરવું પડે તે માટે ઘણા જ પ્રયત્નો કર્યા હતા. પરંતુ હવે તે આમાંથી પૈસા રળવા માટે બધું જ કરે છે.



વેદાદના જણાવ્યા પ્રમાણે તે પોતાના ગ્રાહક પાસે એક મૃતદેહની અવસ્થામાં જ હોય છે.



આટલી કપરી જીંદગી જીવતી વેદાદને એક જ આશા છે કે પોતે જે કરી રહી છે તે તેની પુત્રીઓને કરવાની ફરજ ના પડે.



તમે ફિડબેક ઓપ્શન દ્વારા વેદાદ માટે તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છે.



mother_prostitute_iraq

  share

 .

Reader's Feedback
Smit
Wednesday, 4th Nov 2009, 5:30

i felt so bad for her. i think government should be help her. so she wont have to sell her self for feed her daughters .
hitesh
Wednesday, 4th Nov 2009, 8:31

mother story
prashant
Wednesday, 4th Nov 2009, 9:37

Really Vedad ni story khubaj karun chhe. Iraq and ej rite India maa pan ketliye vedad chhe, ke jene nukari ya anya kaam na malvathi and potana kutumb ni javabdari potani par hovati evu karvu pade chhe. Aapane badha bhega mali ne emana maate kaik karvu joie. Ke jethi future ma Vedad jevi paristhiti koi ni na thai.
dixesh
Wednesday, 4th Nov 2009, 9:49

its very painful for all of those women who lost there husband or father in war.i think they should explain this situation to the social organisation working there by doing that atleast not only iraq but in other part of world we can minimise this type of insidence.may god help her!!!!!!
megha
Wednesday, 4th Nov 2009, 10:48

It's really very bad for one mother and ofcourse one woman.i pray to my god please help her......
Mayank Patel
Wednesday, 4th Nov 2009, 10:56

This is really bad to read in the morning but yes this is true after the war. I want to give message to this community that they should address this kind of issues and get resolved rstehr than other issues like vande matram,what did, what not did,terrisom etc. I think if all together address this issue and raise to international association then it would be great work in life. I think media can do this better with the article along with all media association. Thanks - Mayank Patel
Patel
Friday, 6th Nov 2009, 16:43

I am Really very sorry for her.I'm very up-set by reading her very trouble-full story.May some-one/organisation/govern-ment help her and she can out of this type of life.
sanjay nanani
Sunday, 8th Nov 2009, 22:29

aa stree ne kaho ke bija lagna kari lye. badhi vat no anta avi jase.
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: