૨૬ નવેમ્બર મુંબઈ માટે કાળો દિવસ ઠર્યો છે. પાકિસ્તાની આતંકવાદીઓએ ગત વર્ષે આ દિવસે મુંબઈ પર હુમલો કરીને આખા દેશને બાનમાં લીધો હતો. આથી આ દિવસે લગ્ન કરવાનું હું સપનેય વિચારી શકું એમ નથી, એમ અભિનેત્રી ઈશા કોપ્પીકરે એક મુલાકાતમાં જણાવ્યું છે.

ઈશા ૨૯ નવેમ્બરે હોટેલિયર ટિમી નારંગ સાથે પરણી રહી છે. હાલ તે લગ્નની તૈયારીરૂપે ખરીદી, સાડીઓ, ઘાગરા- ચોલી, દાગીનાની ખરીદી વગેરેમાં પરોવાયેલી છે. મારે વહેલી તકે પરણી જવું છું. છોકરાઓ મોટા કરવા છે.
તેમની સાથે રમતગમત કરવી છે, એમ તેણે જણાવ્યું હતું. અમારા લગ્ન પારંપરિક મેન્ગલોરી શૈલીમાં થશે. આ પછી રિસેપ્શન રખાશે. લગ્ન પછી પણ ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખીશ.
ટિમી ઉદાર મનનો છે. તેને આ સામે કોઈ વાંધો નથી, એમ તેમણે વખાણ કરતાં જણાવ્યું હતું. હાલ ટિમી બેન્ગકોકમાં બેચલર પાર્ટી કરવા ગયો છે. ઈશાના હાથમાં હાલ હેલો ડાર્લિંગ, રાઈટ યા રોંગ અને શબરી એમ ત્રણ ફિલ્મ છે, જે આગામી વર્ષે વારાફરતી રિલીઝ થવાની છે.
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.