ભવિષ્યમાં પોલિસ કોઇપણ પ્રકારની ફરિયાદને નજરઅંદાજ નહીં કરી શકે. દેશના તમામ પોલિસ સ્ટેશનોને એક-બીજા સાથે જોડવાની યોજના ચાલુ કર્યા બાદ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલય ૧૦૦ નંબર પર આવતા ફરિયાદોના ફોન પર પણ નજર રખાશે.
મંત્રાલયની યોજના છે કે, પોલિસ કન્ટ્રોલ રૂમોમાં કરવામાં આવેલી ફરિયાદો અને તેના પર થયેલી કાર્યવાહીને લઇને દિલ્હીમાં એક એવું સેન્ટ્રલાઇઝ્ડ રૂમ બનાવવામાં આવે, જયાં દેશના તમામ પોલિસ કન્ટ્રોલ રૂમની ફરિયાદ પહોંચે. બ્યુરો ઓફ પોલિસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને આ કામની જવાબદારી સોંપવાની તૈયારી ચાલી રહી છે. યોજના સફળ થશે તો દેશના કોઇ પણ ભાગમાં પોલિસ કન્ટ્રોલ રૂમ પર આવનારો દરેક ફોન કેન્દ્રની નજરમાં હશે.

Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.