Divya Bhaskar

 

National

છ ટાંકીઓમાંથી હજુ પણ ભડકે છે આગના લબકારા

Bhaskar News, Jaipur
Tuesday, November 03, 2009 01:52 [IST]
Bookmark and Share

ઇન્ડિયન ઓઇલના ડેપોમાં લાગેલી આગ સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહી હતી. આ દરમિયાન આગની જવાળાઓ વચ્ચે ધેરાયેલા ડેપોની નજીકમાં જ કંપનીના એલપીજી બોટલિંગ પ્લાન્ટમાં શનિવારે પાઇપલાઇનમાંથી ગેસનો લીકેજ ચાલુ થઇ ગયો હતો. તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરીને તેના પર કાબુ મેળવી લેતાં એક મોટી દુઘર્ટના સર્જાતાં રહી ગઇ હતી. અત્યાર સુધી મળેલા ૮ શબોમાંથી પાંચની ઓળખ કરી દેવાઇ છે. આ ઉપરાતં બે વ્યકિત હજુ પણ લાપતા છે.

ગેસ લીકેજથી ફફડાટ :

સતત ભડકી રહેલી આગ દરમિયાન સવારે ૮.૩૦ કલાકે ડેપોથી લગભગ દોઢ કિમી દૂર આવેલા એલપીજી બોટલિંગ પ્લાન્ટમાં અચાનક સાયરન વાગવા લાગી હતી. કલેકટરે મીડિયાને જણાવ્યું કે, ત્યાં સાધારણ ગેસ લીકેજ થયો હતો, જેના કારણે સાયરન વગાડાઇ હતી. કલેકટર કુલદીપ રાંકા અને ઇન્ડિયન ઓઇલના જીએમ ગૌતમ બોસે જણાવ્યું કે, તે માત્ર અફવા હતી.

રવિવાર સુધી આગ ઓલવાશે

ગૌતમ બોસે જણાવ્યું કે, આગ પર કાબુ મેળવી શકાય તેમ નથી. ઇંધણ ખલાસ થયા બાદ આગ આપમેળે જ ઓલવાઇ જશે. રવિવાર બપોર સુધીમાં આગ ઓલવાઇ જશે.

fire



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.