Divya Bhaskar

 

National

મધુ કોડાની મિલકતો સિલ કરવાનું આઇટી વિભાગે શરૂ કર્યું

Agency, New Delhi
Tuesday, November 03, 2009 00:06 [IST]
Bookmark and Share

હવાલાના વ્યવહારો અને ગેરકાનૂની રોકાણોના કેસમાં આવકવેરા વિભાગે ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મધુ કોડા અને તેમના સાથીદારોની મિલકતો સિલ કરવાની શરૂઆત કરી દીધી છે અને તેમનાં સંકુલોની આસપાસના વિસ્તારમાં પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, ચોક્કસ સ્થળોએ મિલકતોના માલિકો ઉપલબ્ધ થયા નહીં હોવાથી મિલકતો સિલ કરવામાં આવી હતી.



દિલ્હી, કોલકાતા, મુંબઇ, લખનઉ, નાસિક, રાંચી અને ચૈબાસા તેમ જ જમશેદપુર ખાતે તપાસ કરવામાં આવ્યા બાદ રૂપિયા ૨,૦૦૦ કરોડના હવાલાના નાણાકીય વ્યવહારો અને ગેરકાનૂની રોકાણોના પુરાવા મળ્યા હોવાનો આવકવેરા વિભાગે દાવો કર્યો છે. આવકવેરા વિભાગે સમગ્ર દેશમાં ૭૦થી વધુ સંકુલો પર શનિવારે દરોડા પાડવાની શરૂઆત કરી હતી અને વિભાગ દ્વારા તપાસ હજી પણ ચાલુ હોવાથી કેટલીક રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે.



આવકવેરા વિભાગ દ્વારા આ કેસમાં વ્યકિતગત હાજરી સાથે દસ્તાવેજો અને એકાઉન્ટ્સ રજૂ કરવા માટે ટૂંક સમયમાં નોટિસો જારી કરવામાં આવશે. આવકવેરા વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, સંકુલો ખાતે હાથ ધરવામાં આવેલી તપાસ વખતે મધુ કોડાની વિસ્તૃત પૂછપરછ કરવામાં આવી ન હતી અને ભારે સંખ્યામાં દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા હોવાથી મધુ કોડાની વિસ્તૃત પૂછપરછ કરવામાં આવશે.



વિદેશમાં ગેરકાયદે જંગી રોકાણ કર્યા હોવાના આક્ષેપો અંગે નવમી ઓકટોબરે મધુ કોડા અને તેમના સાથીદારો સંજય ચૌધરી તેમ જ વિનોદકુમાર સિંહા સામે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દ્વારા એક કેસ નોંધવામાં આવ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી.



વિજિલન્સ વિભાગ આઇટી દરોડાની વિગતો માગશે



હવાલાના વ્યવહારો માટે આવકવેરા વિભાગ મધુ કોડા સામે સકંજો મજબૂત બનાવી રહ્યો છે ત્યારે ઝારખંડનો વિજિલન્સ વિભાગ મધુ કોડા સામેના બિનહિસાબી મિલકતના કેસમાં પુરાવા તરીકે ઉપયોગ કરવા માટે કબજે કરવામાં આવેલા દસ્તાવેજો અને મિલકતોની વિગતો આપવાની સત્તાવાળાઓ પાસે માગણી કરશે.



આઇજીપી (વિજિલન્સ) એમ.વી. રાવે જણાવ્યું કે, મધુ કોડાનાં સંકુલો ખાતે પાડવામાં આવેલા દરોડા દરમિયાન શોધી કાઢવામાં આવેલી મિલકતો અને દસ્તાવેજોની વિગતો આપવાની આવકવેરા વિભાગને અમે ચોક્કસપણે વિનંતી કરીશું.



koda



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.