Divya Bhaskar

 

શુભાંગીની માતા બનશે રીમા લાગુ

City Reporter, Ahmedabad
Saturday, October 31, 2009 03:20 [IST]
Bookmark and Share

હમ આપકે હૈ કૌન, મૈને પ્યાર કિયા, હમ સાથ સાથ હૈ અને વિવાહ જેવી ફિલ્મો આપનારા બડજાત્યાની ઓળખ કરાવવી જરૂરી છે ! તેમનાં દરેક સાહસ દર્શકોમાં હિટ નીવડયાં છે. હવે તેઓ નાને પડદે આ જાદુ કરવા આવી રહ્યા છે. હા, એનડીટીવી ઇમેજિન પર દો હંસોં કા જોડા ટૂંક સમયમાં તેઓ લઈને આવી રહ્યા છે.



પ્રતિભા અને સંભાવનાઓ પર ઘ્યાન કેન્દ્રિત કરતાં બડજાત્યા કાર્યક્રમને ભવ્ય સફળતા આપવા માટે કોઈ કચાશ બાકી રાખવા માગતા નથી. આથી જ તેમણે કાર્યક્રમમાં મુખ્ય અભિનેત્રી તરીકે શુભાંગી અત્રેને પસંદ કરી છે. સુંદરતા, નિર્દોષતા સામે શુભાંગીએ નાને પડદે હંમેશાં રાજ કર્યું છે. કસ્તુરી તરીકે દર્શકોમાં તે પ્રિય બની હતી અને તે પછી થોડો વિરામ લીધો હતો. હવે તે ફરી આવી રહી છે.



આ વખતે પોતાનાં સપનાના વિશ્વમાં રહેતી વૃંદાવનની ૨૨ વર્ષીય યુવતી પ્રીતિની ભૂમિકામાં આવી રહી છે. શુભાંગી ટૂંક સમયમાં રજૂ થનારી દો હંસોં કા જોડા થકી તમારા કુટુંબનો હિસ્સો બનવા માટે સજજ છે. શુભાંગી પોરસાતા જણાવે છે, મને ઘણી બધી ઓફરો મળી હતી. પરંતુ સારી પટકથાની વાટ જોતી હતી. એવામાં રાજશ્રી પ્રોડકશન્સે મારો સંપર્ક સાઘ્યો અને મારા મનનું મળી ગયું. તે પછી પાછળ જોવાનો કોઈ સવાલ જ નહોતો.



ઇમેજિન સાથે કામ કરવાનું મને બહુ જ ગમશે અને પ્રસારણ શરૂ થાય ત્યાં સુધી અને ચાહકો કઈ રીતે વધાવે છે તે જોવા અને જાણવાની બહુ જ તાલાવેલી રહેશે. વારુ, આ સાથે તુ તુ મૈ મૈની તોફાની સાસુ અથવા બોલિવૂડની પ્રેમાળ માતાને કોણ ભૂલી શકે ? હા, બડજાત્યાએ દો હંસોં કા જોડા માટે રીમા લાગુને પણ રોકી છે.



તે શુભાંગીની માતા તરીકે ભૂમિકામાં જોવા મળશે. તેઓ એક સાથે ટેલિવિઝન પર પહેલી જ વાર આવી રહ્યાં છે અને આ સાથે રીમા બે વર્ષ પછી ટીવી પર પાછી આવી રહી છે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.