અલગ અલગ વેરાના ભાર હેઠળ દબાયેલા શેરબ્રોકરો માટે રાહતના સમાચાર છે. શેરબ્રોકરોની પ્રવાહિતામાં સુધારો થાય એવાં પગલાં મુંબઇ શેરબજારના સત્તાવાળાએ લીધાં છે અને હવે શેરદલાલો દ્વારા શેરબજારમાં જમા કરાવવામાં આવતી લિક્વિડ એસેટ (કોલેટરલની જરૂરિયાત)માં એક્સચેન્જ ટ્રેડેડ ફંડને સમાવવાનો નિર્ણય લીધો છે.
મુંબઇ શેરબજારના સત્તાવાળાઓએ શેરબ્રોકરો દ્વારા આપવામાં આવતી કોલેટરલની જરૂરિયાતમાં સુધારો કર્યોછે. હવે નવી જાહેરાત પ્રમાણે બ્રોકરો તેમની કોલેટરલમાં બેન્ક ડિપોઝિટ, રોકડ અને બેન્ક ગેરેન્ટીની સાથે હવે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઇટીએફ)ની ગણતરી કરી શકશે. જોકે ઇટીએફને લિક્વિડ એસેટમાં ગણવામાં આવશે.
કેશ સેગમેન્ટ, એફ એન્ડ ઓ સેગમેન્ટ અને કરન્સી ડેરિવેટીવ્ઝ સેગમેન્ટ માટે ઇટીએફને ડિપોઝિટ પેઠે લિક્વિડ એસેટ તરીકે મૂકી શકાશે. હાલ લિક્વિડ એસેટ હેઠળ માન્યતા પ્રાપ્ત સિકયોરિટીઝની જેમ ડિપોઝિટ તરીકે પ્લેજ કરવામાં આવે છે તે રીતે ઇટીએફને ગણતરીમાં લેવામાં આવશે. સમયે સમયે સેબી અને શેરબજારનાં ધોરણો હેઠળ દૈનિક ધોરણે ઇટીએફનું મૂલ્યાંકન કરવામાં આવશે.
બ્રોકરોની પ્રવાહિતા સુધારવામાં મદદરૂપ બનશે. શેરબ્રોકરોએ સતત માર્જીન મનીની પેરવીમાં રહેવું પડે છે. આ પગલાંને કારણે હવે બ્રોકરો પાસે રોકડ પ્રવાહિતાની સમસ્યા હળવી થવાની ધારણા છે. બ્રોકરો જેટલી એફડી મૂકે તેની બે ગણી બેન્ક ગેરેન્ટી મળે છે.
જ્યારે કેશ અને એફડીનો રેશિયો અનુક્રમે ૧૨.૫ ટકાનો છે, જેમાં માન્યતા પ્રાપ્ત સિક્યોરિટીઝનો પણ સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ઇટીએફનો કેટલો હિસ્સો ગણવામાં આવ્યો છે તેની સ્પષ્ટતાની બ્રોકર વર્ગમાં રાહ જોવાતી હતી.
છેલ્લા થોડા સમયમાં ઘણા ફંડોએ ઇટીએફ યોજના લોન્ચ કરી છે અને તેમાં વોલ્યુમમાં પણ વધારો થયો છે. સત્તાવાળાના આ પગલાંને કારણે ઇટીએફના કામકાજને વેગ મળે તેવી સંભાવના પણ દર્શાવવામાં આવતી હતી.
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.