અનિલ અંબાણી ગ્રૂપના બિગ પ્રોડ્કશનની પ્રથમ ગુજરાતી શ્રેણી ‘મોટી બા’ માં દીપક ઘી વાલા, રાગિણી અને રાગી જાની જેવા અભિનેતા જોવા મળશે.
મોટી બાની સ્ક્રિપ્ટ જાણીતી ગુજરાતી લેખિકા કાજલ ઓઝા વૈધે લખી છે. સંપૂર્ણ પણે અમદાવાદમાં તૈયાર થનારી આ ગુજરાતી શ્રેણીનું ટાઇટલ સોંગ અમદાવાદની લિટલ સિંગર ઐશ્વર્યા મજમુદારે ગાયું છે.
શ્રેણીની પટકથા મોટીબાની આસપાસ આકાર પામે છે. ઘણા વર્ષોપછી ગુજરાતી સિરિયલોમાં પાછા ફરેલા રાગિણી બહેન કહે છે, હું એક જ પ્રકારના રોલ કરી કરી ને કંટાળી ગઇ હતી. પોતાની જાત સાથે થોડો સમય વીતાવવા માટે મેં બ્રેક લીધો અને મુંબઇ જતી કરી. આ દરમિયાન હું પોતાની જાતને ઓળખી શકી. મને જ્યારે મોટી બાનો રોલ ઓફર કરવામાં આવ્યો ત્યારે મેં રોલ સ્વીકારતાં પહેલા સ્ક્રિપ્ટ મંગાવીને વાંચી. મોટી બા ઉપરાંત આ ધારાવાહિકમાં દરેક પાત્રનો રોલ અર્થપૂર્ણ હોવાથી હું આ શ્રેણીને ના ન પાડી શકી.
તેઓએ ઉમેર્યું હતું કે, મોટી બા સિરિયલની સ્ટોરી ઓરિજિનલ અને હ્રયસ્પર્શી છે. સ્ટોરી ઉપરાંત મોટી બા સિરિયલની સિનેમેટો ગ્રાફી, મ્યુઝિક, કેમેરા એંગલ અને ટેક્નોલોજી બધુ જ હાઇટેક હોવાથી ગુજરાતી દર્શકોને આ ધારાવાહિક જરૂરથી પસંદ આવશે. ઇટીવી ગુજરાતી પર બીજી નવેંબરથી લોન્ચ થનારી પારિવારિક સિરિયલ મોટી બા સોમવારથી શુક્રવાર સાંજે ૮ વાગે જોવા મળશે.
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.