ભાજપના દિવંગત નેતા પ્રમોદ મહાજનના પુત્ર રાહુલ મહાજનના ચાહકોનો નવો વર્ગ ઊભો થયો છે. આ નવો ચાહક વર્ગ જેલની મહિલા કેદીઓનો છે. રાહુલ મહાજનની ચાહક ૧૮થી ૩૨ વર્ષની નવ મહિલા કેદીઓ ટીવી શો ‘રાહુલ દુલ્હનિયા લે જાયેગા’માં ભાગ લેવા માગે છે. આ ટીવી શોમાં ૩૩ વષીર્ય રાહુલ મહાજન જીવનસાથીની પસંદગી કરશે. જીવનસાથી માટે ૧૬,૭૫૫ અરજીઓ મળી ગઇ છે.
રાહુલ મહાજનને પરણવા માટે તૈયાર નવ મહિલા કેદીઓમાં ૧૮ વર્ષની કાચાકામની આઠ અને ડ્રગના કેસમાં દોષિત ઠરાવવામાં આવેલી એક ૩૨ વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આ મહિલા કેદીઓએ ટીવી શોમાં ભાગ લેવા માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. અન્ય મહત્ત્વની બાબત એ પણ છે કે, મહિલા કેદીઓએ અન્ય કોઇની પાસેથી નહીં પરંતુ જેલમાં રહેલી તેમની ભૂતપૂર્વ સાથી અને બોલિવૂડ અભિનેત્રી મોનિકા બેદીથી પ્રેરણા લીધી હોવાનું જણાવવામાં આવ્યું છે.
ભોપાલ સેન્ટ્રલ જેલાના સુપરિન્ટેન્ડન્ટ પી.ડી. સોમકુંવરે જણાવ્યું કે, રાહુલ મહાજનના ટીવી ‘સ્વયંવર’માં ભાગ લેવા મંજૂરી મેળવવા માટે મહિલા કેદીઓએ અરજી પણ કરી છે અને સોમકુંવરે તેમની અરજીઓ જેલના હેડકવાર્ટરે મોકલી દીધી છે.

Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.