Divya Bhaskar

 

શિલ્પા શમિતાને બિગ બોસમાંથી બહાર કઢાવશે!!

Agency, Mumbai
Wednesday, October 28, 2009 16:38 [IST]
Bookmark and Share

શિલ્પાના લગ્ન માટે નવેમ્બર મહિનાના અંતનું મુહૂર્ત આવ્યું છે પણ શિલ્પા શમિતાની ગેરહાજરીમમાં લગ્ન કરવા માગતી ન હોવાથી તેને બિગ બોસના ઘરમાંથી બહાર કાઢવા કોશિશ કરશે



shilpa shamitaહાલમાં જ શિલ્પા શેટ્ટીએ તેના બોયફ્રેન્ડ રાજ કુંદ્રા સાથે સગાઈ કરી લીધી છે. આ બંનેના લગ્નનું મુહૂર્ત પણ કાઢી લેવામાં આવ્યું છે જે મુજબ નવેમ્બર મહિનાના અંતમાં આ બંનેના લગ્ન થઈ જશે.



શિલ્પા અને શમિતા બંને બહેનોનો પ્રેમ જાણીતો છે. શિલ્પા હંમેશાં શમિતાની ખાસ સંભાળ રાખતી હોય છે, પણ સમસ્યા એવી ઊભી થઈ છે કે શમિતા અત્યારે ‘બિગ બોસ-૩’માં ભાગ લઈ રહી હોવાથી તે બિગ બોસના ઘરમાં છે.



ડિસેમ્બર મહિનાના અંત સુધી તે તેમાંથી બહાર આવી શકે તેમ નથી. શિલ્પાએ તેની આ લાડકી બહેનની ગેરહાજરીમાં સગાઈ તો કરી લીધી, પણ તે તેની ગેરહાજરીમાં લગ્ન કરવા માગતી નથી.



શિલ્પા અને રાજના લગ્નની તારીખ નક્કી થઈ ત્યારે શિલ્પા થોડી દુ:ખી થઈ હતી કેમ કે શમિતા છેક ડિસેમ્બર મહિનાના અંત સુધી બિગ બોસના ઘરની બહાર આવી શકે તેમ નથી એટલે તેના લગ્નનું જે મુહૂર્ત આવ્યું છે તે દિવસે શમિતા લગ્નમાં હાજરી આપી શકે નહીં.



શમિતા માટે શિલ્પા પોતાના લગ્નની તારીખ પાછળ ધકેલી દેવા તૈયાર છે, પણ અત્યારે જે મુહૂર્ત આવ્યું છે તેવું સારું મુહૂર્ત ફરીથી આવી શકે તેમ નથી તેથી તે અને તેનો પરિવાર એવું ઇચ્છે છે કે આ જ મુહૂર્તમાં લગ્ન થાય.



શમિતાની ગેરહાજરીમાં શિલ્પા લગ્ન કરવા માગતી ન હોવાથી તેણે શમિતાને બિગ બોસના ઘરમાંથી બહાર લાવવાની કોશિશ શરૂ કરી દીધી છે. શિલ્પા ગયા વખતે આ શોની હોસ્ટ હતી તેથી તેને શોના પ્રોડયુસર સાથે સારા સંબંધ છે.



તેણે આ બાબતે તેની સાથે વાત કરી છે. હવે જોવાનું એ છે કે શમિતાને કયા બહાના હેઠળ શોમાંથી બહાર નીકળવા દેવામાં આવે છે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.