ઝી ટીવી પર પ્રસારિત થનાર રિયાલિટી શો ‘સારેગમપા’માં ગુજરાતની ટીમના કેપ્ટન તરીકે પસંદ થયેલા જાણીતા ગાયક પાર્થિવ ગોહિલ અમદાવાદની પ્રાચી શાહ અને મુંબઈની દીપાલીને માર્ગદર્શન આપશે
સંગીત આધારિત જુદા જુદા રિયાલિટી શોમાં વિજેતા બનેલા યુવા ગાયક કલાકારોને ભેગા કરીને ઝી ટીવી એક નવો રિયાલિટી શો સારેગામાપા મેગા ચેલેન્જ લોન્ચ કરી રહ્યું છે.
મેગા ચેલેન્જમાં ગુજરાત સહિત ભારતના આઠ રાજયોની જુદી-જુદી ટીમ બનાવવામાં આવી છે. જેમાં ત્રણ ગુજરાતી યુવા કલાકારો પ્રાચી શાહ, પાર્થિવ ગોહિલ અને દીપાલી સોમૈયા ઝી મેગા ચેલેન્જમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, એમપી, યુપી, કોલકાતા અને આસામની ટીમો સાથે બાથ ભીડશે.
પ્રાચી શાહ અમદાવાદની છે જયારે દીપાલી મુંબઇનાં વતની છે. આ બન્ને યુવતીઓ ગુજરાત વતી રિયાલિટી શોમાં પ્રદર્શન કરશે અને પાર્થિવ ગોહિલ ગુજરાત ટીમના કેપ્ટન તરીકે બન્ને યુવા ગાયકોને માર્ગદર્શન આપશે.
સંગીત આધારિત રિયાલિટી શોમાં પોતાની ટેલેન્ટ રજૂ કરીને ભારતીય દર્શકોનાં દિલ જીતી ચૂકેલા રાજા હસન, પ્રિયંકા માલ્યા, ટિવંકલ બાજપાઇ, પ્રતિભા ભાગલે, અભિજિત ઘોષાલ, રોહિત, સંચિતા, પૂનમ, દિલશાદ, વૈશાલી, કૌશિક, આમિર હાફીઝ અને સુમેધા જેવા યુવા ગાયક કલાકારો ઝી-મેગા ટેલેન્ટમાં ફરીથી જોવા મળશે.
ગુજરાતની ટીમના પ્રદર્શનને લઇને ટીમના કેપ્ટન પાર્થિવ ગોહિલ ખૂબ આશાવાદી છે તેઓ કહે છે કે ગાયન, લેખન અને મ્યુઝિક ડિરેકશન જેવા સંગીતના જુદાજુદા ક્ષેત્રમાં ગુજરાતીઓ ખૂબ સારી પ્રતિભા ધરાવે છે. ગુજરાતમાં ઘણા બધા સારા ગાયકો અને મ્યુઝિક ડાયરેકટરો છે પરંતુ તેમને યોગ્ય અવસર નથી મળતો જેને કારણે સારા સારા કલાકારો ખોવાઇ જતા હોય છે.
સાવરિયા અને દેવદાસ જેવી હિન્દી ફિલ્મોમાં સુપર હિટ ગીતો ગાઇને બોલિવૂડમાં સ્થાપિત થયેલા અને મૂળ ભાવનાગરના વતની કલાકાર પાર્થિવ ગોહિલને જયારે પૂછ્યું કે તમારા મતે ગુજરાતી સંગીતને પોપ્યુલર બનાવવા શું કરવું જોઇએ? જવાબમાં પાર્થિવ થોડું વિચારીને કહે છે, ગુજરાતી સંગીતને વધુ સેલેબલ બનાવવા એક જોરદાર બિઝનેસ પ્લાનની જરૂર છે માત્ર એટલેથી જ અટકવું ન જોઇએ અને ગુજરાતી સંગીતને વધુ પોપ્યુલર બનાવા આઇઆઇએમ અમદાવાદ દ્વારા કેસ સ્ટડી તૈયાર કરવી જોઇએ.
Name:
Email ID:
Comments:
Code:
.
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.