Divya Bhaskar

 

હું બાળાસાહેબને બાણશૈયા પર સુતેલા ભિષ્મ તરીકે આલેખીશ: રાજ

Agency, Mumbai
Sunday, October 25, 2009 17:42 [IST]
Bookmark and Share

“અમિતાભ મને ક્યારેય યુપીવાળા લાગ્યા નથી”

Raj Thackrayત્રણ વર્ષ પહેલા જ્યારે રાજ ઠાકરે શિવસેનાથી અલગ થયા અને તેમની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના રચી તે સમયે તેમણે કહ્યું હતું કે તેઓ તેમના કાકા અને શિવસેના ચીફ બાળા સાહેબ ઠાકરેને બાણશૈયા પર સુતેલા ભિષ્મ પિતામહ તરીકે જુએ છે.

મહારાષ્ટ્રમાં સત્તા પાછી મેળવવાની સેનાની આશાઓ પર પાણી ફેરવનારા મનસેનાં પ્રમુખ વિધાનસભાની ચુંટણીમાં 13 બેઠકો જીત્યા બાદ આજે પણ તેઓ તેમને એ જ રીતે જુએ છે તેમ જણાવ્યું હતું. “આજે પણ હું તેમને તેવી જ રીતે ચિતરીશ” રાજે એક સ્થાનિક અખબારને આપેલ મુલાકાતમાં જણાવ્યું હતું.

રાજ, જેઓ એક કાર્ટુનિસ્ટ પણ છે તેમણે સ્વિકાર્યું હતું કે “તેમને (બાળા સાહેબને) તેમની આ ઈમેજ (ભીષ્મ પિતામહ)થી દુખ થાય છે”, પણ બાદમાં તેમણે ઉમેર્યું “પણ તેથી હું છું કરી શકું?”

રાજ સેનાના મુખ્ય કાર્યકારી પ્રમુખ ઉદ્ઘવને સત્તામાંથી પાંચ વર્ષ માટે બહાર કરી તેમને વ્યગ્ર રાખવામાં સફળ થયા છે કારણ કે સેનાને 174 બેઠકોમાંથી ફક્ત 44 બેઠકો પર વિજય મળ્યો હતો.

“યાદ છે 1985માં શિવસેનાના ધારાસભ્ય છગન ભૂજબળ કેવી રીતે લાગણીઓ જગાડતા હતા? મારા ધારાસભ્યો પણ તેટલા જ આક્રમક હશે”, રાજે કહ્યું.

સુપર સ્ટાર અમિતાભ બચ્ચન માટેનાં તેમના નિવેદન અંગે પુછતા તેમણે જણાવ્યું કે “હું અમિતાભ બચ્ચનનો એક ઉત્સાહી ચાહક રહ્યો છું મેં બ્લેકમાં ટીકીટો ખરીદીને તેમની ફિલ્મો જોઈ છે. મને તેઓ ક્યારેય યુપીવાળા લાગ્યા નથી”.





Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.