અમદાવાદના ફેકલ્ટી મેમ્બરો પગાર વધારને લઇને ભારે વિવાદ કરી રહ્યા છે, તેઓ તેમને હાલમા મળતા પગારના લગભગ બમણા પગારની માંગણી કરી રહ્યા છે, ત્યારે આઇઆઇએમ-એના ફેકલ્ટીની આવક પર નજર કરીએ તો તેઓ તેમના પગારના લગભગ બમણા જેટલી રકમ તો કન્સ્લટÃગમાથી કમાઇ લે છે.આઇઆઇએમ-એને ૪૫ ટકા રકમ આપ્યા બાદ પણ સરેરાશ રૂ. ૧૨થી ૧૬ લાખ જેટલી રકમ ફેકલ્ટી કન્સલ્ટÃગ અને ઇન હાઉસ ટ્રેનિંગથી મેળવી લે છે.
આઇઆઇએમ અમદાવાદના ફેકલ્ટી મેમ્બરોએ હાલમા કેન્દ્ર સરકાર સમક્ષ પગાર વધારાની માંગણીનો પત્ર લખ્યો હતો. જેમા તેમણે હાલમા મળતા પગારમા ૧૦૦ ટકાનો વધારો માંગ્યો હતો. જોકે કેન્દ્ર સરકારે તેમની માંગણી પુર્ણ ન કરતા ફેકલ્ટી મેમ્બરોમા રોશ ફેલાયો હતો, તેમ છતા તેમણેકેન્દ્ર સરકારે સુચવેલા પગાર માળખાનો િસ્વકાર કરી લીધો હતો. જોકે ખરેખર આઇઆઇએમના ફેકલ્ટી મેમ્બરોની આવક પર નજર નાંખીએ તો તેમને પગાર કરતા ઘણી વધુ રકમ કન્સલ્ટÃગ અને ઇન હાઉસ ટ્રેનિંગમાથી મળી રહે છે.
આઇઆઇએમ અમદાવાદમા ૯૧ ફેકલ્ટી મેમ્બરો છે. જેમને વર્ષના ૫૩ દિવસ કન્સલ્ટÃગની છુટ આપવામા આવે છે. કન્સલ્ટÃગ પેટે તેમને એક દિવસના Ü. ૧ લાખ મળતા હોય છે. વર્ષ દરમ્યાન ફેકલ્ટી મેમ્બર જેટલા દિવસ કન્સલ્ટÃગ કરે તેના આધારે તેમને મળતી રકમના ૪૫ ટકા રકમ આઇઆઇએમ-એમા જમા કરાવવી પડે છે અને બાકીની રકમ ફેકલ્ટી મેમ્બરો પોતાની પાસે રાખે છે.
ફેકલ્ટી મેમ્બરો સરેરાશ ૨૪થી ૩૦ દિવસ સુધી કન્સલ્ટÃગ કરતા હોય છે, જેની આવકના ૪૫ ટકા રકમ આઇઆઇએમ અમદાવાદમા જમા કરાવ્યા બાદ પણ તેમની પાસે વાષિgક રૂ. ૧૨થી ૧૬ લાખ જેટલી આવક થતી હોય છે. આ ઉપરાંત તેમને સરેરાશ વાષિgક રૂ. ૮ લાખનો પગાર તો મળતો જ હોય છે એટલે કે વર્ષ દરમ્યાન તેઓ રૂ. ૨૦થી ૨૪ લાખની આવક રળી લેતા હોય છે. આઇઆઇએમ-એના સુત્રોના જણાવ્યા અનુસાર ગતવર્ષે આઇઆઇએમ અમદાવાદની કન્સલ્ટÃગથી Ü. ૨૦.૬૦ કરોડની આવક થઇ હતી. જે અગાઉના વર્ષ કરતા ૧૬ ટકા જેટલી વધુ હતી.
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.