Divya Bhaskar

 

(............................),અમદાવાદ

Gopal Gopal
Friday,October 23,2009 17:06 [IST]
Bookmark and Share




રાજયભરમાં પ્રાથમિક શિક્ષક દંપિત્તઓને જિલ્લા ફેરબદલીઓમાં સરકારે અગ્રતા આપવાની રહેશે. ખુદ રાજય સરકાર તરફથી અગાઉ જારી કરાયેલા ઠરાવમાં ભૂલથી પ્રાથમિક શિક્ષક દંપિત્ત શબ્દ(કેટેગરી) રહી ગયો હોવાની શરતચૂક ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સ્વીકારી લેવાઇ હતી. તેથી ચીફ જસ્ટિસ કે.એસ.રાધાક્રશિ્નન અને જસ્ટિસ અકીલ કુરેશીની ખંડપીઠે સરકારની સ્પષ્ટતા કરતો પરપિત્ર રેકર્ડ પર લીધો હતો અને તેના આધારે રાજયમાં જિલ્લા ફેરબદલીઓમાં આગળની આનુષંિગક કાર્યવાહી કરવા સરકારને કડક તાકીદ કરી હતી. હાઇકોર્ટના આ નિદેઁશને પગલે રાજયમાં પ્રાથમિક શિક્ષક દંપત્તિઓને જિલ્લા ફેરબદલીઓમાં અગ્રતા મળી શકશે.


રાજયમાં પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેરબદલીઓ માટે યોજાયેલા કેમ્પમાં વિધવા, અંપગો અને દંપિત્તઓના મોટા સમૂહની સામે વાલ્મીકી સમાજે સરકારના પરપિત્રનું ખોટુ અર્થઘટન કરી તેમને અગ્રતા આપવાની માંગણી કરતા ભારે વિવાદ સજાgયો હતો અને રાજયમાં કેટલાક સ્થળોએ ખુદ જિલ્લા ફેરબદલીના કેમ્પ રદ કરવા પડયા હતા. જેથી પટેલ ગીરીશકુમાર તથા અન્યો તરફથી હાઇકોર્ટમાં રિટ અરજી કરી સરકારની પ્રવર્તમાન જોગવાઇ મુજબ સપષ્ટતા કરવા દાદ મંગાઇ હતી.


અરજદાર ઉમેદવારો તરફથી એડવોકેટ કૌશિકભાઇ બી.પૂજારા તરફથી એવી રજુઆત કરવામાં આવી હતી કે, રાજયમાં પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેરબદલીમાં વિધવાઓ, અપંગો અને પ્રાથમિક શિક્ષક દંપિત્તઓને અગ્રતા આપવાની સરકારની નીતિ છે પરંતુ વાલ્મીકી સમાજની અગ્રતા આપવાની વષોg જુની માંગણીને ધ્યાનમાં રાખી સરકારે તા.૨૮-૧-૦૯ના પરપિત્રથી અગ્રતાક્રમની ઉપરોકત કેટેગરીમાં વાલ્મીકી સમાજને પણ સામેલ કયૉહતા. સરકારે ૦૯ના આ પરપિત્રમાં જયાં જયાં વિધવા, અપંગ કેટેગરીનો ઉલ્લેખ છે ત્યાં ત્યાં વાલ્મીકી સમાજના શબ્દો(કેટેગરી) ઉમેરવા એમ જણાવ્યુ હતુ.


સરકારના આ પરપિત્રનું ખોટુ અર્થઘટન કરી વાલ્મીકી સમાજે બિનજરૂરી વાંધો લઇ પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેરબદલીઓમાં પ્રાથમિક શિક્ષક દંપિત્તઓ કરતા પણ તેમને અગ્રતા આપવા માંગણી કરી પરંતુ વાલ્મીકી સમાજની આ માંગણી અન્યાયી અને ગેરકાયદે છે કારણ કે, ઉપરોકત તમામ કેટેગરીમાં એકસમાન અગ્રતાક્રમ નક્કી કરાયો છે અને વર્ષવાર જે કેટેગરીનો નંબર આવતો હોય તેને જિલ્લા ફેરબદલીમાં અગ્રતાક્રમ મળી શકે. વાલ્મીકી સમાજને ઉપરોકત કેટેગરી કરતા પણ અગ્રતા આપવી એવુ સરકારના નિયમમાં કયાંય ઉલ્લેખ નથી.


બોક્ષ : ખુદ શિક્ષણવિભાગના ઉપસચિવે તેમની ભૂલ કબૂલી


શિક્ષણવિભાગના ઉપસચિવ પોપટિંસહ વાઘેલાએ તેમની ભૂલ કબૂલી તા.૮-૧૦-૦૯નો સ્પષ્ટતા કરતો નવો પરપિત્ર હાઇકોર્ટના રેકર્ડ પર રજુ કર્યો હતો. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હતો કે, તા.૨૮-૧-૦૯ના શરતચૂકથી પ્રાથમિક શિક્ષક દંપિત્ત શબ્દ રહી જવા પામ્યો છે. તા.૨૮-૧-૦૯ના ઠરાવ જારી કરવા અંગે સરકારનો ઇરાદો ૨૦૦૪ અને ૨૦૦૮ના ઠરાવમાં જયાં જયા વિધવા, અપંગ અને પ્રાથમિક શિક્ષક દંપિત્ત કેટેગરીનો ઉલ્લેખ છે ત્યાં ત્યાં વાલ્મીકી સમાજના સભ્ય શબ્દ(કેટેગરી) ઉમેરવાનો હતો પરંતુ એ ઠરાવમાં શરતચૂકથી વિધવા, અપંગ કેટેગરી પછી પ્રાથમિક શિક્ષક દંપિત્ત શબ્દ(કેટેગરી) રહી ગયો છે. કોટેં સરકારનો આ પરપિત્ર રેકર્ડ પર લઇ જરૂરી હુકમ કર્યો હતો.







Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.