Divya Bhaskar

 

શર્લિન કપડાંનાં કારણે પરેશાન

Agency, Mumbai
Wednesday, October 21, 2009 17:39 [IST]
Bookmark and Share

શર્લિન ચોપરા અત્યારે બિગ બોસનાં ઘરમાં છે, તે ત્યાં પોતાની સાથે ઘણાં બધાં કપડાં લઈ ગઈ હતી જેના કારણે તે પરેશાન થઈ ગઈ છે.



તેને એમ હતું કે તે આ કપડાં તેની સાથે બિગ બોસનાં ઘરમાં રહેવા આવેલી અન્ય મહિલા સ્પર્ધકોને વેચીને કમાણી કરશે, પણ કોઈ તેની પાસેથી કપડાં ખરીદવા તૈયાર જ નથી તેથી તે બહુ જ દુ:ખી થઈ ગઈ છે.



શર્લિનને એ જ સમજાતું નથી કે કોઈ તેની પાસેથી કપડાં કેમ ખરીદતું નથી. તે આવા અનુભવથી એટલી બધી પરેશાન થઈ ગઈ છે કે તે સતત દુ:ખી જ રહે છે.



આટલું અધૂરું હોય તેમ કોઈ તેના આ દુ:ખમાં ભાગીદાર થવાવાળું પણ નથી તેથી તેનું દુ:ખ વધી ગયું છે. જોકે હવે રોહિત વર્માને તેનું દુ:ખ દેખાઈ રહ્યું હોય તેમ લાગે છે.



તે દુ:ખી શર્લિનને વારંવાર દિલાસો આપતો રહે છે જેથી તેની તકલીફ ઓછી થાય.



શર્લિનના દિલ પર શું વિતે છે તે તો તે જ જાણે કેમ કે તે અત્યારે પોતાના મનની વ્યથા રોહિત સિવાય કોઈ સામે ઠાલવી શકે તેમ નથી.



તે જો બિગ બોસના ઘરની બહાર હોત અને તેને આવું પરેશાન થવું પડયું હોત તે તણે હોબાળો મચાવી દીધો હોત અને કેટલાક લોકો જાણી જોઈને પોતાને પરેશાન કરે છે તેનું કહી દીધું હોત, પણ અહીં તે આવું કશું બોલી શકે તેમ નથી.



તે બિગ બોસને આ વિશે ફરિયાદ કરી શકે, પણ આવું કરવા માટે તેની પાસે પૂરતા પુરાવા નથી અને આવું કરવાથી બધાની નજરમાં અળખામણા થઈ જવાય તો બધા તેની વિરૂદ્ધ મત આપે અને તેને બિગ બોસના ઘરમાંથી બહાર જવાનો વારો આવે.



શર્લિન આ બધું સારી રીતે જાણે છે તેથી જ અત્યારે આ વિશે કંઈ કહેવા કરતાં ચૂપ રહેવાનું જ યોગ્ય ગણે છે.



sheryln-chopra



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.