વડોદરાએ મેડિકલ ક્ષેત્રે પ્રગતિ કરી છે, ત્યારે બુધવારે શહેરની બરોડા હાર્ટ ઇન્સ્ટિટયૂટ દ્વારા માત્ર બે દિવસના બાળકની ઓપન બાયપાસ સર્જરી કરી પેસમેકર બેસાડવામાં આવ્યું હતું. નવજાતમાં ભાગ્યે જ જોવા મળતી હૃદયની આ તકલીફનો છુટકારો મળતાં બાળકની હાલત હાલ સારી છે.
સામાન્ય રીતે નવજાત બાળકના હૃદયના ધબકારા ૧૩૦થી ૧૪૦ જેટલાં હોય છે. જો કે, શહેરની એક ગૃહિણીને જન્મેલાં બાળકના હૃદયના ધબકારા ૩૫-૪૦ હોવાથી બાળકોના હૃદયના નિષ્ણાત ડો. મહેશ ભટ્ટે સારવાર શરૂ કરી પરંતુ કોઇ ફેર ન પડતાં આખરે જન્મના બીજા જ દિવસે તેની ઓપન હાર્ટ બાયપાસ સર્જરી કરી પેસમેકર મૂકવાનું નક્કી કરાયું હતું.
બે દિવસના બાળકની ઓપન હાર્ટ સર્જરી કરનાર ડો. પંકજ મહેશ્વરીએ જણાવ્યું કે આ પ્રકારની તકલીફ લાખોમાં એકાદ શિશુને થતી હોય છે. આખા વર્ષમાં ઈન્ડિયામાં માંડ બે-ત્રણ શિશુઓને આ પ્રશ્ન હોય છે. તેથી આ શિશુનું ઓપરેશન એક પડકાર હતો.
એક તો બેદિવસનું શિશુ અને હ્દયની ગંભીર બીમારી. તેમાં તેનું માત્ર ૨.૨ કિલો વજન. તેની બાયપાસ સર્જરી કરવાની અને તેપછી પેસમેકર મુકવાનું. દર્દી નાનો હોવાથી તેને અનુકૂળ આવે તેવું પેસમેકર શહેરમાં તાત્કાલિક મળે નહીં. તેથી તેને અનુકુળ આવે તેવું પેસમેકર દિલ્હીથી તાત્કાલિક મંગાવ્યું. તેના મમ્મી-પપ્પા ફોરેન રિર્ટર્ન હતાં એટલે
સારું હતું.
ઓપરેશન અંગે ડો. સોમુ બોહરાએ જણાવ્યું હતું કે શિશુને જનરલ એનેસ્થેશિયા આપવું પડે, ત્યારે કદાચ ધાર્યું પરિણામે ન પણ આવે. છતાં રિસ્ક લઈ ઓપરેશન કર્યું અને તે સફળ રહ્યું ઓપરેશન સમયે તેના હ્દયના ધબકારા માત્ર ૪૦ માંડ હતાં. ઓપરેશન બાદ તે ૧૩૯ થઈ ગયા.
હવે શિશુની તબિયત સુધારા પર છે. આ પ્રકારનું ઓપરેશન શહેરમાં પ્રથમવાર થયું છે. આ પહેલાં અમદાવાદમાં ૪ દિવસના શિશુનું આ પ્રકારનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
બાળકને આવી તકલીફ કેમ થાય છે ?
>> માંને એસેલિક રોગ હોય
>> વાઈરલ ઈન્ફેકશન થયું હોય
>> હ્દયમાં કોઈ જન્મજાત તકલીફ હોય

Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.