Divya Bhaskar

 

Bhavnagar Rural

પૂ. મોરારિબાપુની ઉપસ્થિતિમાં સંપન્ન થયેલ ત્રિવિધ સમારોહ

Bhasakar News, Talaja
Wednesday, October 14, 2009 03:57 [IST]
Bookmark and Share

તળાજા મુકામે તળાજા તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત

morariતળાજા તાલુકા ક્ષત્રિય સમાજ આયોજિત માતુશ્રી મહેન્દ્રકુંવરબા વાળા ક્ષત્રિય કન્યા છાત્રાલયનું ઉદ્દઘાટન તથા તેજસ્વી વિદ્યાર્થીઓ અને પ્રતિભાવાન વ્યકિત વિશેષ, તેમજ દાતાઓનો સન્માન સમારોહ, પૂજય મોરારિબાપુના વરદ્ હસ્તે, ગોહિલવાડ રાજપુત સમાજનાં પ્રમુખ પરબતસિંહજી ગોહિલના અઘ્યક્ષસ્થાને તેમજ પૂ.રમજુબાપુ, પૂ.નીરૂબાપુ તથા ગુજરાત વિપક્ષના નેતા શકિતસિંહજી ગોહિલ, વનમંત્રી કિરીટસિંહજી રાણા, પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ધારાસભ્ય મહેન્દ્રસિંહ સરવૈયાની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ના થયો હતો.

તેજસ્વી વિદ્યાર્થી ભાઇ બહેનો, દાતાઓ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પ્રતિભાવાન મહાનુભાવોનું સન્માન કરાયું હતું. પૂ.મોરારિબાપુના હસ્તે છાત્રાલયના ઉદ્દધાટન બાદ છાત્રાલયના મુખ્ય દાતા ડો.ધર્મેન્દ્રસિંહ કે.વાળાનું સન્માન કરાયું હતું. છાત્રાલયની બાળાઓ દ્વારા આ પ્રસંગે સુંદર સાંસ્કૃતિ યોગીક કાર્યક્રમો રજૂ કર્યાં હતા.

કાર્યક્રમને પ્રારંભે સ્વાગત મહામંત્રી પરબતસિંહ સરવૈયાએ, સંચાલન પ્રમુખ જીતેન્દ્રસિંહ વાળાએ, આભારદર્શન નર્મિળસિંહ સરવૈયાએ કર્યું હતું. આ ભવ્ય સમારોહને સફળ બનાવવા સમાજના હોદ્દેદારો, આગેવાનો અને યુવા શકિતગ્રપના સ્વયં સેવકોએ જહેમત ઉઠાવી હતી.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.