મતદાતાઓ સાથે સાથે રાજકીય કાર્યકરો કોઈ પણ ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરે છે.
કોઈ પણ નેતા હંમેશા પોતાના ચમચાઓથી ઘેરાયેલા હોય છે. નેતા હંમેશા 20 થી 500 જેટલા ચમચાઓથી ઘેરાયેલા રહે છે અને તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના દ્વારા થયેલા કાર્યો જ નેતાની સફળતા નક્કી કરે છે.
મહારાષ્ટ્રમાં હાલમાં ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ આજથી શાંત થયા છે. જો કે ચૂંટણી પ્રચારમાં જાત જાતના ગતકડાં કરી રહેલા નેતાઓ સેક્સ વર્કર્સનો પણ ઉપયોગ કરવામાં કોઈ જાતનો ક્ષોભ અનુભવતા નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ ચૂંટણી જ નહીં પરંતુ પ્રત્યેક ચૂંટણી દરમિયાન રાજકીય કાર્યકર્તાઓ ખુશ રાખવા માટે તેઓને કોલ ગર્લ કે પછી દેહ વ્યાપાર કરતી યુવતીઓ પૂરી પાડતા હોય છે.
આ રાજકીય કાર્યકર્તાઓ ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવારોની સફળતામાં મહત્વનો ભાગ ભજવે છે. આ બધું મતદાનના એક મહિના પહેલા જ શરૂ થઈ જાય છે.
એચઆઈવી-એઈડ્સ અંગેની એનજીઓ ચલાવતા તેજસ્વી સેવકરીએ જણાવ્યું હતું કે ચૂંટણીના મહિના પહેલા જ સેક્સ વર્કર્સની માંગમાં ભારે વધારો થાય છે. જે તે ઉમેદવારોના રાજકીય કાર્યકર્તાઓ ચૂંટણીના એક મહિના પહેલા જ રેડ લાઈટ વિસ્તારોમાં પહોંચી જાય છે અને સેક્સ વર્કરોનું બુકિંગ કરાવે છે.
પહેલાથી જ નક્કી થાય છે સ્થળ
સૂત્રોએ ઉમેર્યુ હતું કે આ માટે મળવાનું સ્થળ પહેલાથી જ નક્કી કરાય છે. જેમાં પુનાની બહાર આવેલા રીસોર્ટ, બંગલો કે ફાર્મ હાઉસ પર પસંદગી ઉતારાય છે જો કે મુંબઈમાં કોઈ સ્થળ પસંદ કરવામાં આવતું નથી.
જે તે સ્ત્રી નક્કી કરેલા ગ્રાહકના જૂથ સાથે બે દિવસ ગાળે છે જેમાં જૂથમાં છથી વધુ વ્યક્તિઓ હોતા નથી. પુનામાં મોટા ભાગની સેક્સ વર્કરો બુધવાર પેઠ વિસ્તારમાંથી આવેલી હોય છે જ્યાં આશરે 5,000 જેટલી સેક્સ વર્કર કાર્યરત છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે રાજકીય પક્ષો દ્વારા 1,000 જેટલી સેક્સ વર્કરોનું બુકિંગ થાય છે.
સેવકરીએ ઉમેર્યુ હતું કે આ સેક્સ વર્કરોને મોટી ટિપ્સ પણ ચૂકવવામાં આવે છે. એટલું જ નહીં તેમને રીસોર્ટ સુધીનું ભાડું પણ આપવામાં આવે છે તથા તેમની ખાસ કાળજી પણ રાખવામાં આવે છે.
એ જ એનજીઓના પ્રમુખ મેરી ડિસોઝાએ કહ્યું હતું કે મોટા ભાગની છોકરીઓ નેપાળી અને બંગાળી હોય છે. આ છોકરીઓ પાસે ડાન્સ પણ કરાવાય છે.
જે સેક્સ વર્કર સામાન્ય દિવસોમાં રૂ. 600 થી રૂ. 2,000 કમાય છે ત્યાં ચૂંટણીના દિવસોમાં તેઓ રૂ. 4,000 જેટલા રૂપિયા કમાય છે. અને જ્યારે ઉમેદવાર જીતી જાય છે ત્યારે બીજી વાર આવી પાર્ટીઓનું આયોજન કરવામાં આવે છે.
ચૂંટણીના ભાવ :
- એક રાત્રીના રૂ. 600 થી રૂ. 2,000- બે દિવસીય પાર્ટીના રૂ. 3,000 થી રૂ. 4,000
Name:
Email ID:
Comments:
Code:
.
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.