સહાનુભૂતિ મેળવવા બાળકોને સાથે રાખવામાં આવતા હોવાની આશંકા

તાજેતરમાં જ કચ્છના ક્રીક વિસ્તારમાં ઝડપાયેલા પાંચ પાકિસ્તાની માછીમારો કચ્છમાં રોકાવાના મલિન ઇરાદેથી ઘૂસણખોરી કરી હોવાનું પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે. કારણ કે, જે બોટમાંથી તેમને પકડવામાં આવ્યા છે તેમાં પરત પાકિસ્તાન તો ઠીક, પરંતુ કચ્છ પણ માંડ-માંડ પહોંચી શકાય તેટલું ડીઝલ હતું અને તે ડીઝલ પણ ક્રીકમાં અડધે રસ્તે ખલાસ થઇ જતા તેમને સુરક્ષાદળોના સાધનો દ્વારા કચ્છના દરિયા કિનારે લાવવામાં આવ્યા હતા.
બીજી બાજુ જે રીતે ઘણા સમયથી ઘૂસણખોરી વખતે પાકિસ્તાની માછીમારો પાસે કિશોર અવસ્થાવાળા બાળકો મળી આવે છે તેને પણ સુરક્ષા એજન્સીઓ ખૂબજ ગંભીરતાથી લઇ રહી છે. ઘૂસણખોરી કરતી વખતે જો કદાચ ભારતીય સુરક્ષાદળો દ્વારા ઝડપાઇ જવાય તો પોતાને માછીમારોમાં ખપાવી અને સાથે માસૂમ દેખાતા બાળકોને રાખીને સહાનુભૂતિ મેળવવાનો ઇરાદો હોઇ શકે તેમ એક અધિકારીએ શંકા સેવી હતી.
ક્રીક વિસ્તારમાંથી ઝડપાયેલા પાંચ માછીમારો પહેલાંથી શંકાના દાયરામાં આવે છે કારણ કે, તેમની બોટમાંથી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ તો ઓછી હતી પરંતુ તેની સાથે સાથે ડીઝલનો ઓછો જથ્થો જોઇને પણ સુરક્ષાદળો ચોંકી ઉઠયા હતા.
કારણ જો તેઓ ખરેખર માછીમારી કરવા જ નીકયા હોય તો પરત પાકિસ્તાન જવા જેટલું તો ડીઝલ બોટમાં હોવું જોઇતું હતું. તેટલું ડીઝલ તો ક્રીક પરંતુ ઘૂસણખોરો પાસે ડીઝલનો એટલો જથ્થો હતો કે તેઓ કચ્છના સાગરકાંઠા પણ આવી શકયા ન હતા અને ક્રીકમાંજ સુરક્ષાદળોને હાથે ઝડપાઇ ગયા હતા.
‘મોહંમદ ઇલિયાસ જાસૂસ જ છે !’ઘૂસણખોરી કરતા પકડાયેલા પાંચ પૈકીનો મોહંમદ ઇલિયાસ થેમોર પાકિસ્તાની એજન્સી આઇએસઆઇનો એજન્ટ હોવાની તો બીએસએફ દ્વારા આશંકા વ્યકત કરાઇ છે ત્યારે અબડાસા-લખપત પંથકમા કેટલાક કરછીઓ એવો છે જેઓ છાતી ડોકીને કહે છે કે આ તે જાસૂસ જ છે અને તે માત્ર બે વાર પકડાયો છે. બાકી ઘણીવાર તેણે ભારત-પાક.ની સીમા પાર કરેલી છે. હવે જોવાનું એ રહયું કે, એજન્સીઓ ભુજ જેઆઇસીમા તેની પાસેથી કરેલું ઓકાવી શકે છે.
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.