ડિસ્ટ્રીકટ સ્પોર્ટ્સ કોચિંગ સેન્ટર તેમજ રતનાલ સ્પોર્ટ્સ કલબ યોજિત હિલ્ડ શિલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટના ફાઇનલ મુકાબલામાં નખત્રાણાની કે.વી.હાઇસ્કૂલ તથા ભુજની મુસ્લિમ એજયુકેશન હાઇસ્કૂલ વચ્ચે તા. ૧૨/૧૦ના આખરી જંગ ખેલાશે.
રતનાલના ગ્રાઉન્ડ પર રમાયેલી પ્રથમ સેમિફાઇનલમાં અંજારની વી.ડી.હાઇસ્કૂલ સામે નખત્રાણાની કે.વી.હાઇસ્કૂલે સંઘાર અકબરના ૩૧ રનની મદદથી ૧૬૯ રન બનાવ્યા હતા. જીત માટે જરૂરી રન અંજારની ટીમ ન કરી શકતા તેને હાર જ ખમવી પડી હતી.
બીજી સેમિનફાઇનલમાં માંડવીની રામકષ્ણ હાઇસ્કૂલે ભાવિનના ૩૫ રન સાથે બનાવેલા ૧૦૭ રનનો વિજયી લ-યાંક ભુજની મુસ્લિમ હાઇસ્કૂલે આઠ વિકેટન ભોગે પાર કરી લેતાં તેનો બે વિકેટે વિજય થયો હતો. સુમરા સોહિલના ૩૩ રન મુખ્ય હતા. મેન ઓધ ધ મેચ કેવર જાફરે ૩૨ રન બનાવ્યા હતા. તેમજ ત્રણ વિકેટ ખેરવી હતી.
ટુર્નામેન્ટને સફળ બનાવવા ત્રિકમ વી.આહિર રામજીભાઇ આહિર, મનીષ પટેલ, અશ્વિન ગોર, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, આર.ડી.દરજી, કીર્તિ પટેલ તેમજ રતનાલ સ્પોર્ટ્સ કલબના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.