Divya Bhaskar

 

ગાંધીધામમાં તહેવારો નિમિત્તે ટ્રાફિક નિયમન કરવું જરૂરી

Bhasakar News, Bhuj
Monday, October 12, 2009 03:25 [IST]
Bookmark and Share

દર વર્ષે મુખ્યમાર્ગ પર સમસ્યા વકરે છે અને પછી પોલીસ દોડતી રહે છે



ગાંધીધામ શહેરમાં વિકાસ સાથે માથાંદીઢ વાહનો હોવાનું મનાય છે ત્યારે પોલીસની નિષ્ક્રીયતાથી ટ્રાફિકના પ્રશ્નો વર્ષોથી જેમના તેમ છે અને આ સમસ્યા જટિલ બની છે. રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ અને ફકત કહેવાતી મીટિંગો અને કહેવાતા આશ્વાસન સિવાય આ પ્રશ્ને કઇં થતું નથી. ત્યારે દિવાળીના તહેવારોમાં મુખ્ય માર્ગોપર ટ્રાફિક નિયમની માગણી કરાઇ રહી છે.



પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામના મુખ્ય માર્ગો, બજારમાં દિવાળીની તહેવારો સમયે ભારે ભીડ રહે છે. વાહનોની સંખ્યા વધુ હોવાથી મુખ્ય માર્ગો, બજારોમાં ટ્રાફિક સમસ્યા ઉભી થાય છે. વાહનોની કતારો જામી જાય છે. ગ્રાહકોને આકર્ષવા માટે વેપારીઓ દ્વારા પણ માર્ગોપર દબાણ કરાય છે.



આ સ્થિતિમાં ટ્રાફિક નિયમન જરૂરી બન્યું છે. જાગૃતોના મતે પોલીસે તહેવારો સમયે ટ્રાફિક ન સર્જાય તે માટે અગાઉથી આયોજન ગોઠવીને વાહનો કતારબદ્ધ રાખવા, મુખ્ય માર્ગનો કેટલોક ભાગ બંધ કરાવવા સહિતના પગલાં ભરવા જોઇએ.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.