Divya Bhaskar

 

આંગડિયાનો રાજકોટથી પીછો કર્યો હતો

Bhaskar News, Gondal
Monday, October 12, 2009 02:20 [IST]
Bookmark and Share

કમલેશ કાંતિ પેઢીના કર્મીએ ટીમ આપી હતી, પોલીસ આવી જતા જીપ મૂકી ટ્રકમાં ભાગી ગયા હતા



ગોંડલના આંગળિયા પેઢીના કર્મચારીને લૂંટના ઇરાદે ઉઠાવી જવાનો પ્રયત્ન કરનાર મહેસાણા પંથકના ત્રણ શખ્સોને જિલ્લાની એસઓજી ટીમે પકડી પાડી ગોંડલ સિટી પોલીસ હવાલે કર્યા હતા. જયારે લૂંટનો પ્લાન ઘડનાર માસ્ટર માઇન્ડ અને રાજકોટ આંગડિયા પેઢીનો કર્મચારી તેમજ તેનો પિતરાઇ ભાઇ પોલીસના હાથે લાગ્યા નથી પોલીસે તેની શોધખોળ કરી રહી છે.



દરમિયાન સિટી પોલીસને કવાલીસ કારમાંથી આરસી બૂક, ટોલનાકાની પહોંચ તથા ચોટીલાના ચામુંડા અતિથિ ગૃહના બિલ મળી આવ્યા હતા. એસપી પટેલના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઇ જાડેજા, સોમગરભાઇ, લલિતભાઇ, અરવિંદભાઇ, મનોજભાઇ સહિતના સ્ટાફે લુટારૂઓનું પગેરુ દબોચી શનિવારે રાત્રે અમદાવાદના આંગણજ, ગોતા ચોકડી તથા સુરેન્દ્રનગર પંથકમાંથી કવાલીસ ચાલક અમૃત હરીભાઇ ચાંચિયા રહે. ગોતા હાઉસિંગ, બ્લોક-૨૩૨, કમલેશ પરસોત્તમ પટેલ રહે. ઓગણસ તાલુકો દશકોઇ, જી. અમદાવાદ અને ગોતા પ્રજાપતિના ફાર્મહાઉસમાં રહેતો અશોકસિંહ દરબાર જતા ગોંડલ સિટી પીઆઇ અરવિંદસિંહ ઝાલાએ આજે કબજો લઇ પૂછપરછ શરૂ કરી છે.



ત્રણે શખ્સોની કબૂલાત મુજબ આંગડિયાની લાખો રૂપિયાની લૂંટનો પ્લાન રાજકોટ કમલેશ કાંતિ આંગડિયા પેઢીના કર્મચારી ધર્મેન્દ્રસિંહ બારડ તથા મહેસાણાના ટીટોદરના ઘનશ્યામસિંહ બારડે ઘડયો હતો. જેમાં પહેલાં ધર્મેન્દ્રસિંહ પોતે આંગડિયા પેઢીનો કર્મચારી હોવાથી અને પહેલાં તેને જ રસ્તામાં આંતરી ઉઠાવી જઇ લૂંટ ચલાવવાની હતી પરંતુ પકડાઇ જવાના ડરથી છેલ્લી ઘડીએ પ્લાનમાં ફેરફાર કરી અરવિંદ કાંતિ આંગડિયા પેઢીના જયદીપસિંહને લૂંટવાનું નક્કી કર્યું હતું.

ગોંડલમાં લૂંટના પ્લાનને પાર પાડવા ઘનશ્યામસિંહ તથા કમલેશ અમદાવાદથી બાઇક લઇને ચોટીલા આવ્યા હતા. અમૃત કવાલીસ લઇ ચોટીલા આવ્યો હતો. ચોટીલામાં રાત રોકાઇ સવારે રાજકોટ પહોંરયા હતા. તા.૭ના જૂનાગઢ ગયેલા હતા. અમૃતે અમદાવાદ ફોન કરી અશોકને રાજકોટ બોલાવ્યો હતો. રાત્રે બધા રાજકોટ બસ સ્ટેન્ડ પાછળ આવેલા ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. જયાં ધર્મેન્દ્રસિંહે અરવિંદ કાંતિ આંગડિયા પેઢીના કર્મચારી જયદીપસિંહને દૂરથી બતાવી દીધો હતો.



તા.૮ના પાંચેય શખ્સોએ જયદીપસિંહનો રાજકોટથી પીછો શરૂ કર્યોહતો. એસટી બસ લોકલ હોવાને કારણે ભૂણાવા પાટિયાથી અશોક કવાલીસમાંથી ઉતરી બસમાં બેસી ગયો હતો. બાદમાં ગોંડલ પહોંચ્યા બાદ કોલેજ ચોક ઉતરી જયદીપસિંહનો પીછો કર્યોહતો.



બાદમાં મોંઘીબા ગલ્ર્સ સ્કૂલ પાસે જયદીપને રોકી લૂંટના ઇરાદે ઉઠાવી જવાનો પ્રયત્ન કર્યોહતો. પોલીસમેન આવી જતાં લૂંટનો પ્રયાસ પડતો મૂકી અમૃત ગુંદાળા ચોકડીએ જઇ ખટારા મારફત રાજકોટ ગયો હતો. રસ્તામાં પોલીસ ચેકિંગ જોઇ રાજકોટથી સાત કિ.મી. દૂર આગળ ઉતરી ગયો હતો.



બાદમાં ઘનશ્યામ મેટાડોર મારફત રાજકોટ પહોંચી ત્યાંથી ચોટીલા પેશન બાઇક લેવા જઇ લીંમડી પહોંરયા હતા ત્યાં અશોક પણ ભેગો થઇ જતાં પોલીસમાં હાજર થવાની ચર્ચા થઇ હતી. પોલીસની બીકે અશોક ગોતા ફાર્મ હાઉસ ચાલ્યો ગયો હતો.



એસઓજીના સ્ટાફે અશોક અને અમૃતને ઝડપી લીધા હતા, જયારે કમલેશને સુરેન્દ્રનગર પંથકમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે લૂંટના પ્રયાસમાં ધોકો અને છરી સાથે હોવાનું જણાવી ત્રણેયની પૂછપરછ શરૂ કરી છે અને લૂંટના માસ્ટર માઇન્ડ ધર્મેન્દ્રસિંહ અને તેના પિતરાઇ ઘનશ્યામસિંહને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.



સૂત્રધાર સહિત ચાર આરોપી અરવિંદ મિલના કર્મચારી



આંગડિયા લૂંટનું કાવતરૂ ઘડનાર સૂત્રધાર ઘનશ્યામ ધીરૂભાઇ બારડ (ફરાર) અને પકડાયેલા ત્રણ આરોપી અમૃત હરિભાઇ છાસિયા, કમલેશ પી. પટેલ, તેમજ અશોકસિંહ કેશાજી સોઢા અમદાવાદમાં અરવિંદ મિલમાં નોકરી કરે છે અને અમૃત છાસિયાના હાથ નીચે ૩૦ કર્મચારી કામ કરતા હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.



આરોપીઓને ખર્ચના નાણાં આંગડિયા કર્મીએ પૂરા પાડયા’તા



લૂંટના કાવતરાને અંજામ આપવા માટે પેટ્રોલ, ડીઝલ, ગેસ્ટહાઉસમાં રહેવા, જમવાના ખર્ચ માટેના નાણાં આંગડિયા કર્મચારી ધર્મેન્દ્રસિહે પૂરા પાડયા હોવાની આરોપીએ કબૂલાત આપી હતી.



મુદ્દામાલ લૂંટયા પછી અપહ્યુતને દોરડે બાંધી ફેકી દેવાયા હતા



આરોપીઓની કબૂલાત મુજબ માસ્ટર માઇન્ડ ઘનશ્યામે લૂંટની યોજના ઘડી હતી. આંગડિયા કર્મીનું અપહરણ કર્યા બાદ તેની પાસેથી કિંમતી માલમતા ભરેલા પાર્સલ લૂંટી અપહ્યુતને દોરડે બાંધી હાઇવે પર ફેંકી દેવાની સૂચના આપવામાં આવી હતી.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.