સંચાલકો સેફટી વાલ્વ ફીટ કરશે તેવા આશ્વાસનો આપે છે
પોરબંદરમાં નિરમા ગૃપ સંચાલિત સૌરાષ્ટ્ર કેમીકલ્સ ફેકટરીનું વાયુ પ્રદૂષણ કાયમી બની ગયું છે તેમાં વિશેષ ઉમેરો કરીને ઘ્વનિ પ્રદૂષણ પણ શરૂ કરી દેતાં શહેરીજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. ફેકટરીમાં રીપેરીંગ કામ તેમજ નવા પ્લાન્ટ માટે હાલ ચાલી રહેલી કામગીરીમાં ઘરેરાટી કરતો કાન ફાડી નાખે તેવું ઘ્વનિ પ્રદૂષણ છેલ્લા ૧૦ દિવસથી લોકો સહન કરી રહ્યા છે. આ અંગે છાંયા નગરપાલિકાનાં પ્રમુખે જિલ્લા કલેકટરને પત્ર દ્વારા રજૂઆત કરી છે.
આ અંગે છાંયા નગરપાલિકાનાં પ્રમુખ ભોજાભાઇ ખુંટીએ જિલ્લા કલેકટરને એક પત્ર પાઠવીને એવી રજૂઆત કરી છે કે, નિરમા ગૃપ સંચાલિત સૌરાષ્ટ્ર કેમીકલ્સ ફેકટરી દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ઘરેરાટીભર્યોઅવાજ દિવસભર ચાલુ રહેતો હોય જેનાં લીધે લોકોને કાન પડયે પણ સંભળાતું નથી.
આ અવાજ એટલો તીવ્ર હોય છે કે, મકાનનાં વાસણો પણ ખખડવા લાગે છે.એક તબકકે તો ભૂકંપનો અનુભવ લોકો કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર કેમીકલ્સ દ્વારા છોડાતા વાયુ પ્રદૂષણને કારણે છાંયાવાસીઓ લાંબા અરસાથી પરેશાન છે.
તેમાં લટકામાં વધુ એક ઘ્વનિનું પ્રદૂષણ મળતાં આ વિસ્તારમાં સ્કૂલ-કોલેજોમાં બાળકો પણ ભયભીત બની જાય છે. ફેકટરીમાં હાલ નવો પ્લાન્ટ કાર્યરત કરવાની કામગીરી ચાલુ હોય તેને કારણે ઘ્વનિ પ્રદૂષણ થઇ રહ્યું છે. આ બાબતે ફેકટરીનાં સંચાલકોને તાકીદ કરીને ઘ્વનિ પ્રદૂષણ બંધ કરાવવા પત્રનાં અંતમાં ભોજાભાઇ ખુંટીએ જણાવ્યું હતું.
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.