પોરબંદર નગરપાલિકાનાં પ્રમુખ સુનિલભાઇ ગોહેલે પાલિકા હસ્તકનાં સ્કૂલ સહિતનાં બિલ્ડીંગો અને ફૂવારાઓનાં રીપેરીંગનાં રંગરોગાનનાં ૮૦ ટકા બિલો એકિઝકયુટી કમિટીની મંજૂરી વગર ચૂકવી આપ્યા છે તેવું જણાવી ભાજપનાં જ સુધરાઇ સભ્ય ડોલરભાઇ ચોટાઇ અને કોંગ્રેસનાં સુધરાઇ સભ્ય વિરેન્દ્રભાઇ શિયાળે હાથ મિલાવીને પાલિકાનાં પ્રમુખ સામે સુધરાઇનાં કાયદાની કલમ ૩૭ મુજબનો ભંગ થતો હોય તો તેને સતા પરથી કેમ દૂર ન કરવ? તે અંગે નગર નિયામકમાં રજૂઆત કર્યા બાદ કોઇ નિર્ણય નહીં આવતા બંને સુધરાઇ સભ્યોએ હાઇકોર્ટમાં દાવો દાખલ કર્યો હતો.
હાઇકોર્ટે આ પ્રકરણમાં નગર નિયામકને ૧૦મી ઓકટોબર સુધીમાં રીપોર્ટ કરવા આદેશ કર્યો હતો જેમાં નગર નિયામકે હાઇકોર્ટમાં સુધરાઇ સભ્યએ પ્રમુખ સામે કરેલી ફરિયાદ અરજી ચલાવવા યોગ્ય નથી. એવો રિપોર્ટ આપ્યો હતો.
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.