Divya Bhaskar

 

જસદણમાં હીરા ઉધોગમાં આ વખતે ૧૫ દી’નું વેકેશન

Bhaskar News, Jasdan
Monday, October 12, 2009 02:02 [IST]
Bookmark and Share

જસદણના હીરા ઉધોગમાં આગામી તા.૧૫થી દિવાળીનું વેકેશન પડી જશે એમ જાણવા મળે છે. ગયા વર્ષે મંદીના વમળમાં અટવાઇ ગયેલ હીરા ઉધોગમાં રહી રહીને તેજીનો કરંટ દેખાયો છે. આ સંજોગોમાં આ વર્ષે વેકેશન માત્ર પંદર દિવસનું રહેશે.



દુ:ખ પછી સુખના દહાડા આવે. કુદરતનું એ ચક્કર હીરા ઉધોગને બરાબર લાગુ પડયું છે. હીરા ઉધોગ ગત વર્ષે મંદીના વમળમાં ફસાઇ ગયો હતો. અનેક રત્ન કલાકારો બેકાર થઇ ગયા હતા. પરંતુ સમગ્ર વિશ્વમાં થયેલા આર્થિક સુધારણાની અસર તળે હીરા ઉધોગમાં ફરી એક વખત તેજી શરૂ થતાં રત્ન કલાકારોના વિલાયેલાં ચહેરા ફરી ચમકતા થયા હતા. અત્યારે આ વિસ્તારમાં હીરાના કારખાના રાત દિવસ ધમધમી રહ્યું છે.



અત્રે ઉલ્લેખનિય છે કે રત્ન કલાકારો માટે દીપાવલીનું પર્વ અન્ય તમામ તહેવારો કરતા વધારે મહત્વ ધરાવે છે. ગામડામાં રહેતા રત્ન કલાકારો આખુ વર્ષ અન્ય શહેરોમાં રહીને રોજી રળે છે અને પછી દિવાળી ઉપર પોતાના વતનમાં જઇને કુટુંબ પરિવાર સાથે દિવાળી મનાવે છે.



સામાન્ય રીતે દિવાળીના વેકેશનનો ગાળો એક મહિનાનો હોય છે પણ આ વર્ષે મંદીની ખાધને પુરી કરવા માટે માત્ર પંદર દિવસનું વેકેશન રહેશે એમ જાણવા મળ્યું છે. હીરા ઉધોગના સૂત્રોએ જણાવ્યા મુજબ તા.૧૪ની સાંજે રત્ન કલાકારો ઉપાડ કરી અને પોતપોતાના વતનમાં જવા નીકળી જશે અને હીરાના કારખાનાઓ પંદર દિવસ સુધી બંધ રહેશે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.