વિદેશ સચિવ નિરૂપમા રાવે જણાવ્યું હતું કે કાબુલમાં ભારતીય દૂતવાસ પર થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનનો હાથ હોવાના સંકેતથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન સ્થિત આતંકવાદ ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ખતરારૂપ છે.
ઉલ્લેખનીય છે કે કાબુલમાં ભારતીય દૂતાવાસ નજીક થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 17 લોકોના મોત થયા હતા જો કે તેમાં દૂતાવાસના એક પણ સભ્યને ઈજા પહોંચી નહોતી.
નિરૂપમા રાવે જણાવ્યું હતું કે વૈશ્વિક સમુદાય અને અફઘાનિસ્તાન સ્પષ્ટ અને ભંયંકર આતંકવાદી કૃત્યોનો ભોગ બની રહ્યું છે. સીમા પાર આ આતંકવાદ ઉછરી રહ્યો છે. ભારત-અફઘાનિસ્તાનની વધતી જતી મિત્રતાથી હતાશ થયેલા લોકોએ આ કૃત્ય કર્યુ છે.
કાબુલમાં થયેલા હુમલા બાદ રાવ ઘટના સ્થળની મુલાકાત માટે કાબુલ ગયા હતા. જ્યાં તેઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને બાદમાં અફઘાની પ્રમુખ હામિદ કરઝાઈ, વિદેશ મંત્રી રંગીન દફદારને મળ્યા હતા.

Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.