Divya Bhaskar

 

Ahmedabad City

સુજલામ્ -સુફલામના એન્જિનિયરના કેસમાં સિંચાઇ સચિવને નિર્ણય લેવા હુકમ

Bhaskar News, Ahmedabad
Thursday, October 08, 2009 02:41 [IST]
Bookmark and Share

સુજલામ્ - સુફલામ્ યોજના અંતર્ગત નહેરના બાંધકામ સંદર્ભે કોન્ટ્રાકટર તથા અન્યો વિરુદ્ધ ફરિયાદ કરનાર એક આસિસ્ટન્ટ એન્જિનિયર પાસેથી ચાર્જ લઇ બદલી કરવાના સત્તાવાળાઓના નિર્ણય સામે અરજદાર એન્જિનિયરે હાઇકોટર્માં રિટ કરી હતી. જેની સુનાવણીમાં જસ્ટિસ એમ.આર.શાહે અરજદાર એન્જિનિયરને સરકારના સિંચાઇ સચિવ સમક્ષ રજૂઆત કરવા અને આ રજૂઆત પરત્વે બે માસમાં નિર્ણય લેવા સિંચાઇ સચિવને હુકમ કર્યો છે.



સુજલામ્- સુફલામ્ યોજનાના આસિસ્ટન્ટ એન્જિનિયર આર.બી.શર્માએ કરેલી રિટમાં રજૂઆત કરી હતી કે, આ યોજનાની નહેરના બાંધકામ સંદર્ભે તેમણે કોન્ટ્રાકટર સહિતના માણસો વિરુદ્ધ ફરિયાદ કરી હતી પરંતુ કસૂરવારો વિરુદ્ધ કોઇ પગલાં લેવાના બદલે સત્તાવાળાઓએ અરજદાર પાસેથી જ ચાર્જ લઇ તેમની ટ્રાન્સફર કરી નાંખી હતી. જેથી અરજદારને રિટ કરવાની ફરજ પડી છે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.