Divya Bhaskar

 

Mumbai

શાઈની આહુજા રેપ કેસની સુનાવણી મુલતવી રહી

Agency, Mumbai
Wednesday, October 07, 2009 17:46 [IST]
Bookmark and Share

shiney.jpgમુંબઈની સેશન કોર્ટે અભિનેતા શાઈની આહુજા બળાત્કાર કેસની સુનાવણી આગામી 16મી ઓક્ટો. સુધી મુલતવી રાખી છે.

શાઈની આહુજાના વકીલે કોર્ટમાં અરજી દાખલ કરતા જણાવ્યું હતું કે બોમ્બે હાઈકોર્ટે કેસની સુનાવણી અઠવાડિયા સુધી મુલકતી રાખી છે. જેના પગલે સેશન કોર્ટે પણ કેસની સુનાવણી મુલતવી રાખવાનો આદેશ આપ્યો હતો.

બોમ્બે હાઈકોર્ટે મંગળવારે આ કેસની સુનાવણી એક અઠવાડિયા સુધી મુલતવી રાખી હતી. શાઈની આહુજા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીનો જવાબ આપવા માટે ફરિયાદી પક્ષના વકીલ દ્વારા વધુ સમય માગવામાં આવતા કોર્ટે કાર્યવાહી એક અઠવાડિયા સુધી મુલતવી રાખી હતી.

36 વર્ષીય અભિનેતા આજે તેની પત્ની સાથે કોર્ટમાં આવી પહોંચ્યો હતો. આ પહેલા તેણે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી. કોર્ટ રૂમમાં પહોંચ્યો ત્યારે શાઈનીના માથા પર તિલક જોઈ શકાતું હતું.

શાઈની આહુજાના વકીલ શ્રીકાંત શીવદેએ સેશન કોર્ટને હાઈકોર્ટના આદેશ વિશે જાણકારી આપ્યા બાદ ન્યાયધિશ એસ આર ત્રિવેદીએ કેસની સુનાવણી 16 ઓક્ટોબર સુધી મુલતવી રાખી હતી.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.