મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માથા પર છે ત્યારે રાજકીય પક્ષો એકબીજા પર શાબ્દિક પ્રહારો કરવાનું ચૂકતા નથી. મહારાષ્ટ્રમાં હાલમાં રાજકીય નેતાઓ વચ્ચે વાકયુદ્ધ હાલમાં જોરમાં છે.
એક ખાનગી સમાચાર ચેનલને આપેલી મુલાકાતમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ ફિલ્મ નિર્માતા કરણ જોહરના મુદ્દે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે આપેલા નિવેદનને પગલે તેમની ટીકાઓ કરી હતી.
પોતાની ફિલ્મ વેક અપ સિડમાં મુંબઈના બદલે બોમ્બે શબ્દનો ઉપયોગ કરવા બદલ રાજે આપેલી ધમકી બાદ કરણ જોહરે રાજની માફી માંગી હતી. કેમ કે મનસે પ્રમુખે આ ફિલ્મનું પ્રદર્શન અટકાવી દેવાની ધમકી આપી હતી.
રાજની ધમકી અને જોહરે રાજની માફી માંગી તે મુદ્દે ચવ્હાણે કહ્યું હતું કે કરણે પોલીસ પાસે જવું જોઈતું હતું નહીં કે રાજ ઠાકરે પાસે.
ચવ્હાણની આ ટીકા બદલ મનસે પ્રમુખે જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન ઈચ્છતા હતા કે કરણ જોહર તેમની પાસે આવે કે જેથી તેઓ અને તેમનો પરિવાર જોઈ શકે કે ફિલ્મ કલાકારો પણ તેમની પાસે આવે છે. જો તમામ ફિલ્મોમાં મદ્રાસને ચેન્નાઈ અને ત્રિવેન્દ્રમને થિરૂવનંનથપુરમ કહેવામાં આવતું હોય તો પછી મુંબઈ શા માટે નહીં?
રાજે ઉમેર્યુ હતું કે ફક્ત મરાઠી લોકોના સન્માન માટે હું એકલો જ બોલું છું તે જોઈને તેઓને શરમ આવવી જોઈએ.

Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.