Divya Bhaskar

 

Uttar Gujarat

પ્રા.શિક્ષકોની ભરતીમાં પરિવર્તનનાં સંકેત

Rasik Patel, Himatnagar
Wednesday, October 07, 2009 02:16 [IST]
Bookmark and Share

દિવાળી બાદ ભરતી પ્રક્રિયામાં આમૂલ ફેરફાર



પીટીસી સ્નાતક એકજ જિલ્લામાં અસલ પ્રમાણપત્રો રજૂ કરવા પડે તેવા નિર્દેશ, પ્રમાણપત્રોની ઝેરોક્ષના આધારે ઉમેદવારી નહીં કરી શકાય



ગત વર્ષે થયેલી ભરતીમાં વહીવટી તંત્રને પ્રક્રિયા પૂર્ણ કરવામાં દમ આવી ગયો હતો, બે હજારથી વધુ પ્રા. શાળાઓમાં અંદાજે ૨૦૦ શિક્ષકોની જગ્યા ખાલી



teacherસમગ્ર ગુજરાતમાં ચાલતી પ્રાથમિક શાળાઓમાં પીટીસી સ્નાતકોની છેલ્લા દોઢેક વર્ષથી ભરતી કરાઇ નથી ત્યારે પીટીસી સ્નાતકો ભરતી પ્રક્રિયા ક્યારે શરૂ થશે તેની કાગડોળે રાહ જોઇ રહ્યા છે. દરમિયાન હવે પછી થનારી ભરતીમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આમૂલ ફેરફાર કરવાની સક્રિયા વિચારણા ચાલી રહી છે. જેથી હવે પછી પીટીસી સ્નાતક થયેલ ઉમેદવાર રાજ્યના કોઇ પણ એક જિલ્લામાંજ ઉમેદવારી કરી શકે તેવી જોગવાઇ થાય તો નવાઇ નહી.



આ અંગે આધારભૂત સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ રાજ્યમાં પીટીસી સ્નાતકોને પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલી વિધાસહાયકની જગ્યાઓ માટે નિમણૂંક આપવાની પ્રક્રિયા છેલ્લા દોઢેક વર્ષથી બંધ છે ત્યારે પીટીસી સ્નાતકો ભરતી અંગેની જાહેરાતની રાહ જોઇ રહ્યા છે. વળી થોડા સમય અગાઉ રાજયના શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષકોની ભરતીમાં વિજ્ઞાનપ્રવાહ સાથે પીટીસી સ્નાતક ઉમેદવારો માટે ૫૦ ટકા બેઠકો અલગ કરી દેવાઇ છે. જેને કારણે ધો-૧૨ના સામાન્યપ્રવાહ સાથે પીટીસી થયેલા ઉમેદવારો માટે બેઠકોનો અડધો હિસ્સો ઘટી ગયો છે.



તેમાંય પણ એટીડી, સંગીત, વિકલાંગ અને અનામત બેઠકોને બાદ કરતા સામાન્ય વિભાગની બેઠકોમાં ખુબજ ઘટાડો થઇ જશે. જેથી વિધાસહાયકોની ભરતીમાં હવે પછી મેરીટનો આંક ખુબજ ઉચો જાયતો નવાઇ નહી. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ભરતી પ્રક્રિયામાં આમૂલ પરિવર્તન કરવાની વિચારણા ચાલી રહી છે અને જો તેને અમલી બનાવાશ તો મોટાભાગના પીટીસી સ્નાતકોને અન્યાય થાય તેવી શક્યતા છે.



એટલુંજ નહી પણ કેટલેક ઠેકાણે ઓછા મેરીટવાળાને પણ નોકરી મળી જાય તો બીજી તરફ ઉચા મેરીટવાળો ઉમેદવાર નોકરીથી વંચિત રહે તો નવાઇ નહી.



જિલ્લામાં ૨૦૦ શિક્ષકોની જગ્યા ખાલી



સાબરકાંઠા જિલ્લામાં ચાલતી બે હજારથી વધુ પ્રાથમિક શાળાઓમાં અંદાજે ૨૦૦ શિક્ષકોની જગ્યા ખાલી છે ત્યારે દિવાળી બાદ ભરતીની જાહેરાત પ્રસઘ્ધિ થાય તેવું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મયું છે. પ્રાથમિક શિક્ષકોની ભરતીમાં આમૂલ ફેરફાર કરવાની વિચારણા અંતર્ગત વિવિધ પ્રાથમિક શિક્ષણાધિકારીઓ પાસેથી વિગતો મંગાવાઇ રહી છે.



તેમજ ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરાય તો વહીવટી તંત્રને કેવી અનુકૂળતા રહેશે તેનું પણ મૂલ્યાંકન કરાઇ રહ્યું છે. દરમિયાન વિડીયો કોન્ફરસના માઘ્યમથી મંગાવાઇ રહેલી વિગતોને પ્રાધાન્ય આપી રાજ્યનો શિક્ષણ વિભાગ આ દિશામાં ઝડપથી આગળ વધવા જઇ રહ્યું હોય તેમ લાગે છે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.