Divya Bhaskar

 

Uttar Gujarat

સરસ્વતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ તૈયાર

Bhaskar News, Patan
Wednesday, October 07, 2009 02:15 [IST]
Bookmark and Share

પાટણ શહેરના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો વાપ્કોસ દ્વારા સ્ટડી રિપોર્ટ તૈયાર કરી નગરપાલિકાને સોંપાયો



પાંચ વર્ષમાં પૂર્ણ થઇ શકે તવા આ પ્રોજેક્ટમાં રૂ. ૩૧૨ કરોડના ખર્ચ સામે રૂ. ૩૧૬ કરોડની આવકનો અંદાજ



sarasvatiઅમદાવાદની સાબરમતી નદીની પરનાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટની માકફ પાટણમાં પણ નજીકથી પસાર થતી સરસ્વતી નદી પર રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત પ્રિ-ફીઝીબિલિટી સ્ટડી રિપોર્ટ તૈયાર કરવાની તજવીજ હાથ ધરાઇ હતી.



જેના પગલે કન્સલ્ટન્ટ એજન્સીએ સ્થળ તપાસ કરીને પ્લાન, ઐસ્ટીમેટ અને આવકના સ્ત્રોત સાથેનો રિપોર્ટ તૈયાર કરી નગરપાલિકાને સુપરત કર્યો છે. જેમાં પાંચ વર્ષના પ્રોજેકટમાં રૂ. ૩૧૨.૨૦ કરોડનાખર્ચ સામે રૂ.૩૧૬.૧૩ કરોડની આવક થવાની ધારણા દર્શાવાઇ છે.



સરસ્વતી નદી પર રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ થકી તૈયાર કરવા અગાઉ તત્કાલીન કલેક્ટર વિનોદ રાવ દ્વારા શહેરી વિકાસ વિભાગમાં દરખાસ્ત કરવામાં આવી હતી. જે દરખાસ્ત અન્વયે ભારત સરકારના ઉપક્રમે વોટર એન્ડ પાવર કન્સલ્ટન્સી સર્વિસીસ લિમિટેડ (વાપ્કોસ)ને રીવરફ્રન્ટ પ્રોજેકટના પ્રિ-ફિઝીબિલિટી સ્ટડી રિપોર્ટ તૈયાર કરવા નિયુક્ત કરાઇ હતી અને આ કામ માટે જરૂરી રૂ. ૮ લાખની રકમ ફાળવવામાં આવી હતી.



ગત ર૬ ઓગસ્ટ, ૦૮ના રોજ આ પ્રોજેકટ ઇમ્પ્લીમેન્ટેશનની પાટણ પાલિકાને જવાબદારી સોંપવામાં આવી હતી અને સામાન્ય સભામાં ઠરાવ કરી સ્ટડી રિપોર્ટ તૈયાર કરનાર એજન્સીને વર્કઓર્ડર આપી દેવાયો હતો. સરસ્વતી નદી વિસ્તારનું નિરીક્ષણ અને સ્ટડી કરી વાપ્કોસમાંથી તત્કાલીન વોટર રિસોર્સ સ્પેશિયાલિસ્ટ એસ.એસ.રથ, ટાઉન પ્લાનર અને સિવિલ એન્જિનિયર બી.વી.ભટ્ટ, હાઇડ્રોલોજિકલ એન્જિનિયર આર.જે. પટેલ, અર્બન ડિઝાઇનર એમ.એમ.રાઠોડ, જીઓટેકનિકલ એન્જિનિયર પઢીયાર તેમજ જે.કે. બારોટ, ટી.કે.પંડયા અને કલરીયા મળી આઠ નિષ્ણાંતોની ટીમે નિર્ધારીત ત્રણ મહિનામાં પ્લાનિંગ અને એસ્ટીમેટ તેમજ આવકના સ્ત્રોત સાથેનો રિપોર્ટ નકશા સાથે તૈયાર કરી નગરપાલિકાને સુપરત કર્યો હતો.



સરસ્વતી નદીની તસ્વીર અને તાસીર બદલાઇ શકે છે



હાલમાં સરસ્વતી નદીની ડેમ સાઇટ વિસ્તારની સૂકીધરાને પાણીથી નવ પલ્લવિત કરવામાં આવે અને રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અન્વયે તૈયાર પ્રિ-ફિઝીબિલિટી સ્ટડી રિપોર્ટ અનુસાર પ્રોજેક્ટને સાકાર કરવામાં આવે તો નદી વિસ્તારની તસ્વીર અને તાસીર બદલાઇ શકે છે.



વાપ્કોસ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં નદીનો કેટલોક ભાગ, ગ્રીનરી, ગાર્ડન, રીવર સાઇટ રોડ, નેચરપાર્ક, એમપી થિયેટર, રહેણાંક અને કોમર્સિયલ વિસ્તાર, કેટલી જમીનને સંપાદન કરવાની જરૂરિયાત, પાર્કીંગ સહિત તમામ વિગતોને નકશા અને અંદાજિત ખર્ચ સાથે આવરી લેવામાં આવી છે.



પ્રોજેક્ટની ફેકટ ફાઇલ...



૬૩૪.૨૦ હેકટર વિસ્તાર



સરસ્વતી નદી વિસ્તાર પયર્ટન સ્થળ તેમજ નજરાણું બની શકે એવા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ અન્વયે તૈયાર પ્રિ-ફિઝિબિલિટી સ્ટડી રિપોર્ટમાં આ પ્રોજેકટ ૬૩૪.૨૦ હેકટર એટલે કે ૩.૩૪ કિલોમીટર વિસ્તાર આવરી લેવાયો છે.



રૂ. ૩૧૨.૨૦ કરોડનો ખર્ચ, સામે રૂ.૩૧૬.૧૩ કરોડ આવક



સરસ્વતી નદી વિસ્તારમાં રિવરફ્રન્ટ પ્રોજેકટ સાકાર કરવા માટે પ્રિ-ફિઝીબિલિટી રિપોર્ટમાં પાંચ વર્ષનો સમય દર્શાવાયો છે અને આ પ્રોજેકટ પાછળ રૂ.૩૧૨.૨૦ કરોડ ખર્ચ અંદાજવામાં આવ્યો છે. સામે રૂ. ૩૧૬.૧૩ કરોડ અંદાજિત આવકની શક્યતા દર્શાવાઇ છે. પાંચ વર્ષના પ્રોજેક્ટ દરમિયાન અંદાજે ૮૭૦૦૦ મજૂરોને રોજગારી મળી શકે એમ છે તેવું સ્ટડી રિપોર્ટમાં દર્શાવાયું છે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.